PATAN : સાંસદ અને બુટલેગર મોતીભા વચ્ચે તાજેતરમાં થયેલી વાતચીતની ઓડિયો ક્લિપે ભારે ચર્ચા જગાવી હતી. જે બુટલેગર મોતીભા ખૂલ્લેઆમ દારુ વહેંચાતો હોય તેવું ઓડીયો કલીપમાં જણાવે છે. ત્યારે ખુદ બુટલેગર અને દારુનો નશો કરનાર મોતીભા જ ઝડપાયો છે દારુના નશામાં.
મોતીભા નામના આ શખ્સને પીધેલી હાલતમાં સરસ્વતી પોલીસે ઝડપી પાડ્યો છે. જેની સામે પ્રોહિબીશનનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, મોતીભા પર દારુ વહેંચવાના 6 ગુન્હા છે અને હાલમાં જ રુપિયા 6 લાખના દારુ સાથે પોલીસે મોતીભાને ઝડપ્યો હતો.
જો કે, ઓડીયો વાયરલ કરી મોતીભા પોલીસ પર દબાણ લાવવાનો પ્રયાસ કરવા માંગતા હતા. જેથી તેને દારુનો ધંધો કરતા કોઇ રોકે નહિ. પરંતુ મોતીભા ખુદ હવે દારુના નશામાં ઝડપાઇ ગયો છે. અને જેલના સળિયા પાછળ ધકેલાઇ ગયો છે.