Wed. Jan 15th, 2025

RAJKOT / 100 ગામોને પાણી આપી શકાય તેટલો પાણીનો જથ્થો, 20 માંથી 6 જળાશયોમાં સિંચાઇ માટે પુરતું પાણી

RAJKOT : સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે, જો કે રાહતની વાત એ છે કે રાજકોટ સિંચાઇ હેઠળ આવતા 20 માંથી 6 જળાશયોમાં સિંચાઇ માટે પાણી આપી શકાય તેટલો જથ્થો છે. જેમાં આજી-2, ન્યારી-2, ભાદર-2, વેણુ અને ફોફળ ડેમમાં પાણીનો પર્યાપ્ત જથ્થો છે અને આ તમામ ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપી શકાશે.


મહત્વપૂર્ણ છે કે જિલ્લાના વિંછીયા અને પડધરીમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે, ત્યારે સિંચાઇ વિભાગના અધિકારીઓ પણ માની રહ્યા છે કે તેમના તાબામાં આવતા જળાશયોમાંથી 100 ગામોને પાણી આપી શકાય તેટલો પાણીનો જથ્થો છે. જો માગ કરવામાં આવશે તો સિંચાઇના પાણી મુદ્દે નિર્ણય લેવાશે.

Related Post

Verified by MonsterInsights