બોલીવુડ અભિનેતા ટાઈગર શ્રોફ મુસીબતમાં મૂકાયો છે. તેના વિરુદ્ધ કોવિડ નિયમોના ભંગ મામલે કેસ દાખલ થયો છે. ટાઈગર પર બિનજરૂરી બહાર ઘૂમવાનો મામલો નોંધાયો છે. સમાચાર એજન્સી રિપોર્ટ મુજબ મુંબઈ પોલીસના એક અધિકારીએ આ જાણકારી આપી છે.
ટાઈગર વિરુદ્ધ કેસ દાખલ
રિપોર્ટ મુજબ પોલીસે કહ્યું કે મુંબઈમાં બપોરે 2 વાગ્યા બાદ બિનજરૂરી આમતેમ ઘૂમવા પર પ્રતિબંધ છે. પરંતુ આમ છતાં ટાઈગર શ્રોફ સાંજ સુધી બાન્દ્રા બસ સ્ટેન્ડ નજીક ઘૂમતો જોવા મળ્યો. અધિકારીએ જણાવ્યું કે તેના વિરુદ્ધ ઈન્ડિયન પીનલ કોડની કલમ 188 હેઠળ કેસ દાખલ થયો છે.
જિમમાંથી બહાર નીકળીને ઘૂમી રહ્યો હતો
અત્રે જણાવવાનું કે હાલમાં જ આ અંગે જણાવ્યું હતું કે કઈ રીતે પોલીસે દિશા પટણી અને ટાઈગર શ્રોફની ગાડી રોકી હતી. મળતી માહિતી મુજબ બંને જિમમાંથી નીકળીને બેન્ડ સ્ટેન્ડનો ચક્કર લગાવી રહ્યા હતા. અત્રે જણાવવાનું કે કોવિડના કારણે મુંબઈ પોલીસ હાલ ખુબ જ કડક વલણ અપનાવી રહી છે. આ બધા વચ્ચે ટાઈગર શ્રોફ પર આ કાર્યવાહી થઈ છે.