રાજ્યભરમાં ૨૧મી જુલાઈના બુધવારે એટલે કે આજે ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) મનાવવામાં આવી , આ પર્વે સવારે વિવિધ મસ્જિદોમાં ઈદની ખાસ નમાઝ અદા કરવામાં આવી હતી, એ પછી એકબીજાને ઈદની મુબારક બાદી પાઠવવામાં આવી હતી.
મહત્વની વાત એ છે કે, કોરોના મહામારીના કારણે સતત બીજા વર્ષે ગુજરાતમાંથી એકેય હજયાત્રી મક્કા-મદીના ખાતે હજયાત્રાએ જઈ શક્યા નથી, સાઉદી સલ્તનતે ભારત સહિતના વિવિધ દેશોના યાત્રીઓ ઉપર પાબંદી ફરમાવી હતી.
આજની નમાઝનું હોય છે ખાસ મહત્વ
ઝરત ઈબ્રાહીમ (અ.સ.)એ અલ્લાહના હુકમથી તેમના પુત્ર હઝરત ઈસ્માઈલ (અ.સ.)ને કુરબાન કરવા તૈયાર થયા હતા, જોકે અલ્લાહે તેમની આ અદા પસંદ કરી પુત્રના સ્થાને જન્નતથી ઘેટાં જેવું પ્રાણી મૂકી દીધો હતો,ત્યાર બાદ તમામ મુસ્લિમો પર કુરબાની ફરજ થઈ હતી.