Sun. Sep 8th, 2024

આ વર્ષે દિવાળીની સફાઈમાં કેન્દ્ર સરકાર પણ જોડાઈ, ભંગાર વેચીને 40 કરોડ રૂપિયાની કમાણી પણ કરી

એક મોટા સફાઈ અભિયાનમાં કેન્દ્ર સરકારની ઓફિસોમાંથી 13 લાખ જેટલી ફાઈલોનો નિકાલ કરવામાં આવ્યો છે. તેના કારણે હવે 8 લાખ સ્કેવરફૂટ જગ્યા ઉપલબ્ધ થઈ છે. આટલા વિસ્તારમાં ચાર રાષ્ટ્રપતિ ભવન બંધાઈ શકે તેમ છે.

કેન્દ્ર સરકારના મંત્રી ડો.જિતેન્દ્રસિંહે આ કામગીરીની સમીક્ષા કરીને કહ્યુ હતુ કે, સરકારે ભંગાર વેચીને 40 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેમણે કહ્યુ હતુ કે, 15 લાખ જુની ફાઈલોની ઓળખ કરવામાં આવી હતી. આ પૈકી 13 લાખ ફાઈલોનો નિકાલ થઈ ગયો છે.બીજી તરફ 3.81 લાખ જેટલી ફરિયાદો લોકો તરફથી મળી હતી અને તેમાંથી 2.91 લાખ ફરિયાદો પર 30 દિવસમાં એક્શન લેવાયા છે. સાંસદો દ્વારા 11057 પત્ર લખાયા હતા અને તેમાંથી 8000 પત્રોનો જવાબ આપી દેવામાં આવ્યા છે.

ડો.સિંહના કહેવા પ્રમાણે પેન્ડિંગ કેસનો નિકાલ કરવાનુ અભિયાન પીએમ મોદીના નિર્દેશ પર ચલાવાયુ હતુ. આ માટેનો પ્રોગ્રેસ રિપોર્ટ એક સપ્તાહમાં તૈયાર થશે.

Related Post

Verified by MonsterInsights