સૌથી પહેલા ચીનમાં અને એ પછી આખી દુનિયામાં ફેલાયેલો કોરોના વાયરસ હજી પણ હાહાકાર મચાવી રહ્યુ છે. ભારત જેવા દેશો તો કોરોના વાયરસની બહુ મોટી કિંમત ચુકવી રહયા છે અને બીજી તરફ ચીનમાં હવે સ્થિતિ રાબેતા મુજબ છે. દરમિયાન સંખ્યાબંધ દેશો સંશોધન કરી રહ્યા છે કે, કોરોના વાયરસ પ્રાકૃતિક છે કે માનવ નિર્મિત.એક નવા રિસર્ચ પ્રમાણે આ વાયરસ ચીનના વૈજ્ઞાનિકોએ એક લેબોરેટરીમાં બનાવ્યો હતો. જ્યાંથી તે લીક થઈ ગયો હતો. હવે તે આખી દુનિયામાં તબાહી મચાવી રહ્યો છે. વૈજ્ઞાનિક લેખક નિકોલસ વેડે દાવો કર્યો છે કે, કોરોના વાયરસની વુહાનની બીએએસટુ નામની લેબોરેટરીમાં બનાવાયો હતો.
નિકોલસે આ દાવો કરવા માટે વુહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીને ભંડોળ પુરુ પાડનાર અમેરિકન સંસથા ઈકોહેલ્થ એલાયન્સ ઓફ ન્યૂયોર્કના અધ્યક્ષ ડો.પીટર ડાસ્જેકના ઈન્ટરવ્યૂને આધાર બનાવ્યો છે. જેમાં પીટર ડાસ્જેકે ખુલાસો કર્યો હતો કે, વુહાન લેબમાં સ્પાઈક પ્રોટિનનુ રિપ્રોગ્રામિંગ અને ઉંદરોને સંક્રમિત કરનારા કાઈમેરિક કોરોના વાયરસ તૈયાર કરવામાં આવે છે. છેલ્લા સાત વર્ષ દરમિયાન આ લેબોરેટરીમાં સાર્સ સાથે સબંધ ધરાવતા 110 જેટલા નવા કોરોના વાયરસ શોધવામાં આવ્યા છે. આ પૈકી કેટલાક વાયરસના હયુમન સેલ પર પણ અખતરા કરાયા હતા. ઉલટાનુ વાયરસ લીક થયો હોવાની આશંકાને રદિયા આપવા માટે ચીનની સરકારે ભરપૂર પ્રયત્નો કર્યા હતા.