કોરોનાનો ડર હવે લોકોના દિલો દિમાગ પર પણ હાવી થવા માંડ્યો છે.
કર્ણાટકના ઉડુપી જિલ્લામાં 65 વર્ષના એક વ્યક્તિએ કોરોના પોઝિટિવ હોવાની આશંકાથી ડરીને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.
આ પહેલા તે કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો.જોકે તેનામાં એવા કોઈ ખાસ લક્ષણ જોવા મળ્યા નહોતા. આમ છતા મધરાતે તેણે ઝાડ પરથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી.
બુધવારે સવારે પાંચ વાગ્યે તેના પરિવારજનો જાગ્યા ત્યારે ઘર પાસે તેનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. તેણે સુસાઈડ નોટમાં લખ્યુ હતુ કે, હું જીવ આપી રહ્યો છું કારણકે મને શંકા છે કે, કોરોનાનો ચેપ મને લાગ્યો છે. પોલીસનુ કહેવુ છે કે,તેણે કોરોનાના ડરથી આપઘાત કર્યો છે.
આ પહેલા યુપીમાં હાપુડ જિલ્લામાં એક યુવકે કોરોના ગ્રસ્ત હોવાની શંકાથી પોતાનુ ગળુ બ્લેડથી કાપીને અને બરેલીમાં એક યુવકે ટ્રેન નીચે પડતુ મુકીને આપઘાત કર્યો હતો.