ઉત્તર પ્રદેશના કેટલાય જિલ્લામાં નદીઓમાં શબ ફેંકી દેતા હોવાની ઘટનાઓ હજૂ શાંત નથી થઈ ત્યાં હવે ઉન્નાવમાં ખતરનાક તસ્વીરો સામે આવી રહી છે. ઉન્નાવમાં ગંગા નદીના કિનારે રેતીમાં કેટલાય શબ દફનાવી દીધા હોવાની તસ્વીરો આવી છે. શબ મળ્યા હોવાની વિગતો મળતા જ તંત્રની ટીમ અહીંયા પહોંચી હતી. જ્યાં રેતીમાં કેટલાય શબ દફન હોવાનું જાણવા મળ્યુ હતું.
આ ઘટનાને લઈને જિલ્લા અધિકારીએ કહ્યુ હતું કે, અમારી ટીમને ગંગા નદીમાંથી મોડી રાતે કેટલાય શબ મળ્યા છે. હજૂ પણ અન્ય શબની શોધ ચાલુ છે. આવુ કરતા લોકોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. જયારે બલિયામાં ગંગા નદીના તટિય વિસ્તારોમાં વધુ સાત શબ મળ્યા છે. આ સાથે જ નદીમાંથી નિકાળેલા શબની કુલ સંખ્યા 52 થઈ ગઈ છે. એક અધિકારીએ જણાવ્યુ હતું કે, નદીમાંથી મળી આવતા શબના કારણે કોરોના ફેલાઈ નહીં તેથી તાત્કાલિક તેમના અંતિંમ સંસ્કારની વિધિ હાથ ધરવામાં આવી છે.