Sun. Sep 8th, 2024

રસોઇ ગેસ સિલિન્ડરનું વજન સરકાર ઘટાડી શકે છે, એની પાછળનું કારણ જાણો

prabhatkhabar.com

આ વખતે રસોઇ ગેસના ભાવ વધારાના ન્યૂઝ નથી પણ ગેસનું વજન ઘટાડવા માટે સરકાર વિચારી રહી છે તો તેની પાછળના કારણો શું છે તે તમને જણાવીશુ. રસોઇ ગેસનું  વજન વધારે હોવાને કારણે મહિલાઓને ગેસનું વજન ઉઠાવવા માટે મુશ્કેલી પડે છે એ વાતનું ધ્યાન રાખીને સરકાર ગેસનું વજન ઘટાડવાના વિકલ્પો પર વિચાર કરી રહી છે. જો આવં થશે તો ગેસને એક જગ્યાએથી બીજી જગ્યાએ હટાવવાનું મહિલાઓ માટે સરળ બનશે.

ઘરેલું રસોઇ ગેસ (એલપીજી) સિલિન્ડરનું વજન 14.2 કિલોગ્રામ હોય છે. એટલે કેટલીક મહિલાઓ માટે સિલિન્ડરનું વજન વહન કરવું મુશ્કેલ થઇ પડતું હોય છે. સરકાર સિલિન્ડરના વજન ઘટાડવા સહિતના વિકલ્પો વિશે વિચારી રહી છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ રાજ્યસભાં પ્રશ્નકાળ દરમ્યાન પૂરક સવાલોના જવાબમાં જાણકારી આપી હતી. એ પહેલાં રાજ્યસભામાં એક સભ્યએ ભારી હોવાને કારણે મહિલાઓની પડતી મુશ્કેલી વિશે ઉલ્લેખ કર્યો હતો.

પેટ્રોલિયમ મંત્રી હરેન્દ્ર સિંહ પુરીએ જવાબ આપતા કહ્યુ હતુ કે મહિલાઓ અને દિકરીઓને પોતે ભારે સિલિન્ડરનું વજન ઉઠાવવું નહીં પડે એટલા માટે સિલિન્ડરના વજનમાં ઘટાડો કરવાનું અમે વિચારી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે એવો રસ્તો કાઢવાનું વિચારી રહ્યા છીએ કે સિલિન્ડર ગેસનું વજન 14.2 કિલો ગ્રામથી ઘટાડીને 5 કિલોગ્રામ કરવા અથવા બીજો કોઇ વિકલ્પ હોય તો તેના વિશે અમે વિચારીશું. અમે આવું કરવા માટે પ્રતિબધ્ધ છીએ.

પેટ્રોલિયમ મંત્રી હરદિપ સિંહ પુરી જયારે રાજ્યસભામાં જવાબ આપી રહ્યા હતા ત્યારે 12 સભ્યોને સસ્પેન્ડ કરવાના મુદ્દે વિપક્ષ હોબાળો મચાવી રહ્યો હતો.રાજયસભામાં સભ્યો નારેબાજી કરી રહ્યા હતા.

કેન્દ્ર સરકારે રસોઇ ગેસના સિલિન્ડરના વજન ઘટાડવા માટે વિચારણા હોવાની વાત કરી હતી, પરંતુ એ કયારે થશે તે વિશે કોઇ ચોખવટ કરી નથી. પણ એક વાત સારી છે કે મહિલાઓની આ મુશ્કેલીનો કમસે કેમ વિચાર તો સામે આવ્યો. સિલિન્ડરનું 14.5 કિલો વજન ઉઠાવવું માત્ર મહિલાઓ માટે જ મુશ્કેલ હોય એવું નથી, પરંતુ ઘણી વખત ડિલીવરીમેનને પણ વજન ઉઠાવવાનું અને એપાર્ટમેન્ટના દાદરો ચઢીને  જવું મુશ્કેલ પડતું હોય છે. ઘણી જગ્યાએ એકલી રહેતી મહિલાઓ માટે સિલિન્ડરને હટાવવું કે ઉંચકવું ભારે મુશ્કેલ પડતું હોય છે.

Related Post

Verified by MonsterInsights