Fri. Dec 27th, 2024

વિચારો તમને એવી જગ્યા વિશે ખબર પડે કે જ્યાં રોજ સોનુ મળશે, તો તમે પણ ખૂબ ખુશ થઇ જશો, મનમાં’ને મનમાં સોનાની થેલીઓ ભરવા માંડશો, ચાલો તમને જણાવીએ આ જગ્યા કઈ છે અને કેવી રીતે ત્યાના લોકોને સોનુ મળે છે

દક્ષિણ થાઇલેન્ડમાં એક અજીબોગરીબ સ્થળ આવેલું છે અને તે મલેશિયા સાથે જોડાયેલ છે. આ વિસ્તારને ગોલ્ડ માઉન્ટન કહેવામાં આવે છે અને અહીં લાંબા સમયથી ગોલ્ડ માઇનીંગ કરવામાં આવે છે.

વિચારો તમને એ એવી જગ્યા વિશે ખબર પડે કે જ્યાં રોજ જવાથી તમને સોનુ મળશે, તો તમે પણ ખૂબ ખુશ થઇ જશો. મનમાં’ને મનમાં સોનાની થેલીઓ ભરવા માંડશો. તમને થશે કે આ શક્ય નથી. તમને લાગશે કે વિચારો માટે સારું છે પણ આ હકીકત ના હોઈ શકે. પરંતુ જો તમને કહેવામાં આવે કે દુનિયામાં એક જગ્યા એવી છે જ્યાં આવું થાય છે. ત્યાંના લોકો સવારે ઉઠીને નદી કાંઠે જાય છે, ત્યાં તેમને સોનું મળે છે. તેઓ સોનું લાવે છે અને વેચે છે. એ પૈસામાંથી પોતાનું ગુજરાન ચલાવે છે.

તમને થશે કે આ કેવી જગ્યા છે. પરંતુ આ વાત સાચી છે, કે દરરોજ નદી કિનારે જઈને સોનુ લઇ તેમાંથી કમાણી કરવી એ એક જગ્યા પર લોકોની દિનચર્યા બની ગઈ છે. ચાલો તમને જણાવીએ આ જગ્યા કઈ છે અને કેવી રીતે ત્યાના લોકોને સોનુ મળે છે.

એક અહેવાલ મુજબ આ સ્થળ દક્ષિણ થાઇલેન્ડમાં આવેલું છે અને તે મલેશિયા સાથે જોડાયેલ ક્ષેત્ર છે. આ વિસ્તારને ગોલ્ડ માઉન્ટન કહેવામાં આવે છે અને અહીં લાંબા સમયથી ગોલ્ડ માઇનીંગ કરવામાં આવે છે. જો કે કોરોના વાયરસને કારણે આર્થિક સ્થિતિ વધુ કથળી હોવાના કારણે ત્યાના લોકોને પૈસા કમાવવાનું આ એક મહત્વપૂર્ણ સાધન બની ગયું છે. ત્યાના લોકો કાદવ ચારીને સોનુ કાઢી રહ્યા છે.

કેટલું મળે છે સોનું?

એવું નથી કે અહીં ઘણું બધું સોનું છે અને ત્યાના લોકો બેગ ભરીને લઇ જાત છે. અહીં લાંબી મહેનત બાદ થોડા ગ્રામ સોનું મળી આવે છે. રિપોર્ટ અનુસાર 15 મિનિટ કામ કર્યા પછી એટલું સોનું મળી જાય છે કે તેમાંથી એક દિવસનો ખર્ચો નીકળી શકે. રિપોર્ટમાં એક મહિલાની વાત કરવામાં આવી છે, જે મુજબ 15 મિનિટની મહેનત બાદ તેણે આશરે 244 રૂપિયાનું સોનું કાઢ્યું હતું અને તે સ્ત્રી આ કામથી ખૂબ જ ખુશ હતી.

તમને જણાવી દઈએ કે થાઇલેન્ડના આ વિસ્તારમાં મુસ્લિમ અલગાવવાદીઓને કારણે આ ક્ષેત્ર અન્ય થાઇલેન્ડથી જુદું છે. અને આ કારણે ત્યાં કોઈ રિસોર્ટ, હોટલ વગેરે નથી. આવી સ્થિતિમાં લોકો સોનું શોધવાનું કામ કરે છે અને જે લોકોના ધંધામાં કોરોના વાયરસથી અસર થઈ છે તેઓ પણ માત્ર સોનું શોધીને પૈસા કમાઇ રહ્યા છે.

ભારતમાં પણ છે આવું એક સ્થાન

ભારતમાં પણ એક નદી છે જ્યાં સોનું બહાર આવે છે. વર્ષોથી આ નદીની રેતીમાંથી સોનું કાઢવામાં આવે છે. આ નદીની આજુબાજુ રહેતા લોકો તેમાંથી સોનું કાઢીને પોતાનું ગુજરાન ચલાવે છે. ઝારખંડના રત્નગર્ભામાં સ્વર્ણ રેખા નામની આ નદીમાંથી સોનું મળી આવે છે. ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક વિસ્તારોમાં પણ આ નદી વહે છે. આ સ્વર્ણ રેખા અને તેની સહાયક નદી કરકરીમાં સોનાના કણ જોવા મળે છે. લોકો માને છે કે સોનાના કણો કરકરી નદીમાંથી વહે છે અને સુવર્ણ રેખા નદીમાં પહોંચે છે.

Related Post

Verified by MonsterInsights