Fri. Dec 27th, 2024

સૂરજગઢના કલેકટરને પાવર માથે ચડ્યો, IAS રણબીર શર્માનો ભૂતકાળ પણ વિવાદિત જ રહ્યો છે, તેઓ લાંચ લેતા ઝડપાયા હતા.

સૂરજગઢના કલેકટરને પાવર માથે ચડ્યો રસ્તા પર યુવકને માર્યો લાફો, મોબાઈલ તોડ્યો.

CMએ ટ્રાન્સફર કર્યુ, પણ સોશ્યલ મીડીયામાં તેમને સસ્પેન્ડ કરવા માંગ તેજ

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ટ્વિટ કરીને કહ્યું કે તેમણે સુરજગઢ જિલ્લાના કલેકટરને તાત્કાલિક પ્રભાવથી હટાવવાના આદેશ આપી દીધા છે. લોકડાઉનમાં એક યુવકને લાફો મારતો વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે.

શું છે આખો વાયરલ વીડિયો વિવાદ?

નોંધનીય છે કે સૂરજગઢના કલેકટર રણબીર શર્માનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં તેઓ લોકડાઉનમાં ઘરની બહાર નીકળેલા યુવકનો ફોન પછાડીને તોડી નાંખે છે તથા લાફો મારે છે. આટલું જ નહીં હાજર સુરક્ષાકર્મીઑને પણ આદેશ આપ્યા કે ‘તેને મારો’. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વીડિયોમાં યુવક બહાર નીકળવાના કારણો દર્શાવવા માટે કાગળ બતાવી રહ્યો હતો.

મુખ્યમંત્રીએ કરી કાર્યવાહી

છત્તીસગઢના મુખ્યમંત્રીએ આ મામલે ટ્વિટ કરીને કહ્યું કે સોશ્યલ મીડિયાના માધ્યમથી સમગ્ર ઘટના સામે આવી છે જે ખૂબ જ દુ:ખદ છે. આ પ્રકારના કૃત્યો સાંખી લેવાશે નહીં. સુરજગઢમાં નવા કલેકટર તરીકે ગૌરવ કુમાર સિંહની નિમણૂક કરવામાં આવી છે જ્યારે દબંગ રણબીર શર્માનું ટ્રાન્સફર સચિવાલયમાં કરવામાં આવી છે. IAS એસોસિયેશન દ્વારા પણ સમગ્ર ઘટનાની નિંદા કરવામાં આવી છે.

ટ્રાન્સફર નહીં, સસ્પેન્ડ કરવા માંગ તેજ

નોંધનીય છે કે રણબીર શર્માની છબી પહેલેથી જ સારી નથી, આ પહેલા તેઓ લાંચ લેતા ધોળા દિવસે પકડાયા હતા અને નવો વિવાદ સામે આવતા લોકો તેમના સસ્પેન્શનની માંગણી કરી રહ્યા છે. સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ટ્વિટર પર #SuspendRanbirSharmaIAS ટ્રેન્ડ કરી રહ્યું છે.

જમ્મૂ કાશ્મીરના પૂર્વ DGPએ આ મામલે કહ્યું છે કે આ પ્રકારનું વર્તન અસ્વીકાર્ય છે. કલકેટરને તાત્કાલિક હટાવી દેવા તથા કડક સંદેશ આપવા બદલ હું છત્તીસગઢના CMને બિરદાવું છું.

Related Post

Verified by MonsterInsights