Wed. Jan 15th, 2025

ગુજરાતમાં ૧૧૭ દિવસ બાદ કોરોનાના એક્ટિવ કેસનો આંક બે હજારને પાર,૨૪ કલાકમાં કોરોનાના ૩૮૦ નવા કેસ

ગુજરાતમાં બે દિવસ બાદ કોરોનાના નવા કેસનો આંક ૪૦૦થી નીચે આવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૮૦ નવા કેસ નોંધાયા છે જ્યારે સળંગ નવમાં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ થયું નથી. ૨૭ ફેબુ્રઆરી એટલે કે ૧૧૭ દિવસ બાદ એક્ટિવ કેસનો આંક બે હજારને પાર થયો છે. રાજ્યમાં હાલ ૨૦૯૮ દર્દી કોરોનાની સારવાર હેઠળ છે જ્યારે ૩ દર્દીઓ વેન્ટિલેટર પર છે.

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાંથી ૧૫૫-ગ્રામ્યમાંથી ૨ સાથે ૧૫૭ નવા કેસ નોંધાયા હતા. અમદાવાદમાંથી છેલ્લા ૨૪ દિવસમાં ૧૯૬૩ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. જોકે, રાહતની વાત એ છે કે છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો સામે આવી રહ્યો છે.  સુરત શહેરમાં ૫૯-ગ્રામ્યમાં ૧૫ સાથે ૭૪, વડોદરા શહેરમાં ૩૪-ગ્રામ્યમાં ૬ સાથે ૪૦, નવસારીમાંથી ૧૬, ભાવનગર શહેરમાં ૯-ગ્રામ્યમાં ૨ સાથે ૧૧, વલસાડમાં ૧૧, ગાંધીનગર શહેરમાં ૭-ગ્રામ્યમાં ૨ સાથે ૯, બનાસકાંઠા-ભરૃચ-રાજકોટ શહેરમાં ૭, જામનગર શહેરમાંથી ૬-ગ્રામ્યમાંથી ૧ સાથે ૭,  આણંદ-સુરેન્દ્રનગરમાંથી ૬, અરવલ્લી-કચ્છ-મોરબી-અમરેલી-પોરબંદરમાંથી ૩, દાહોદ-ગીર સોમનાથ-ખેડા-મહેસાણા-તાપીમાંથી ૧-૧ નવા કેસ નોંધાયા હતા.

જૂનના ૨૪  દિવસમાં ગુજરાતમાંથી કુલ ૩૮૬૧ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. રાજ્યમાંથી હાલ અમદાવાદમાં સૌથી વધુ ૧૦૦૯, સુરતમાં ૩૭૨, વડોદરામાં ૨૩૨, ગાંધીનગરમાં ૭૨, રાજકોટમાં ૬૯ સાથે સૌથી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. અમદાવાદમાં ચાર મહિનાથી વધુ સમય બાદ એક્ટિવ કેસનો આંક ૧ હજારને પાર થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૯ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૧૨,૧૬,૨૪૫ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૯૪ ટકા છે.

ગુરુવારે વધુ ૫૯૫૮૪ દ્વારા કોરોના વેક્સિન લેવામાં આવી હતી. આ સાથે જ કુલ વેક્સિનેશન ડોઝ હવે ૧૧.૧૧ કરોડ છે. ગુરુવારે વધુ ૩૦૩૦૩ સાથે કુલ પ્રીકોશન ડોઝ હવે ૩૯.૨૩ લાખ છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

એક્ટિવ કેસ : ૨૦૯૮, કુલ દર્દી સાજા થયા: ૧૨,૧૬,૨૪૫, કુલ મૃત્યુ: ૧૦૯૪૬, કુલ વેક્સિનેશન ડોઝ: ૧૧.૧૧ કરોડ, કુલ પ્રીકોશન ડોઝ: ૩૯.૨૭ લાખ, કુલ કોવિડ ટેસ્ટ: ૪૨.૪૨ કરોડ, ક્વોરેન્ટાઇન હેઠળ વ્યક્તિ: ૧૫૯૦.

Related Post

Verified by MonsterInsights