ધરતી પરના સૂર્યાસ્ત અને સૂર્યોદયને તો આપણે રોજ જોતા હોઈએ છે પણ અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ પહેલી વખત મંગળ પરના સૂર્યાસ્તની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.
દુનિયાભરમાં આ તસવીરો લોકોનુ ધ્યાન ખેંચ્યુ છે.કારણકે અત્યાર સુધી બીજા ગ્રહ પર સૂર્યાસ્ત અને સૂર્યોદય વખતે કયા પ્રકારના દ્રશ્યો સર્જાતા હશે તે બાબત અત્યાર સુધી માત્ર કલ્પનાનો વિષય હતી.હવે નાસાએ તસવીર સ્વરુપે આ દ્રશ્યને દુનિયાની સામે મુક્યુ છે.
જોકે આ તસવીર જોઈને અંદાજો લગાવવો મુશ્કેલ બની જાય છે કે, તસવીર મંગળની છે કે પૃથ્વીની.કારણકે તસવીરમાં પૃથ્વીની જેમ જ મંગળ પર પણ સૂર્ય પહાડોની પાછળ અસ્તાચળે જઈ રહ્યો હોય તેમ લાગે છે.
નાસાએ આ તસવીર શેર કરવાની સાથે સાથે લખ્યુ છે કે, લાલ રંગના ગ્રહ પર ભૂરા રંગનો સૂર્યાસ્ત..નાસાનુ રોવર હાલમાં મંગળ ગ્રહ પર છે અને તેણે સૂર્યાસ્તની તસવીર નાસાને મોકલી આપી હતી.જે દુનિયા સાથે શેર કરવામાં આવી છે.
નાસાએ કહ્યુ છે કે, તસવીર 9 નવેમ્બરે લેવામાં આવી હતી.રોવર દ્વારા પોતાના મિશનના 257મા દિવસે આ તસવીર ખેંચવામાં આવી છે.