Wed. Jan 15th, 2025

પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના થકી મહિલાઓને ૫ હજાર મળે છે જાણો સમગ્ર વિગત

સરકાર તરફથી અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાંથી કેટલીક યોજનાઓ વિદ્યાર્થીઓ માટે તો કેટલીક યોજનાઓ વૃદ્ધો માટે હોય છે. આ ઉપરાંત બીપીએલ પરિવારોને પણ સરકાર યોજનાઓના માધ્યમથી આર્થિક મદદ કરે છે. કેન્દ્ર સરકાર તરફથી આવી જ એક યોજના બાળકના જન્મ વખતે મહિલાઓને અપાય છે. શું તમને આ યોજનાની જાણકારી છે? મોદી સરકાર તરફથી ચલાવવામાં આવતી આ યોજનાનું નામ પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના છે. જે હેઠળ ૫૦૦૦ રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે.

આ યોજના ૧ જાન્યુઆરી ૨૦૧૭માં શરૂ થઈ હતી. આ યોજના હેઠળ મહિલાઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાય છે. જેનો હેતું એવી મહિલાઓ કે જેમની પાસે કોઈ રોજગાર કે સાધન નથી તેમને આર્ત્મનિભર બનાવવાનો છે. આ યોજના દ્વારા માતા પોતાના બાળકની દેખભાળ કરી શકે છે. સ્કીમ હેઠળ કેન્દ્ર સરકાર આ પૈસા મહિલાઓના એકાઉન્ટમાં ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરે છે. પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના હેઠળ પહેલીવાર ગર્ભધારણ કરનારી અને સ્તનપાન કરાવતી મહિલાઓને આર્થિક મદદ અપાય છે. યોજનાને પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાયતા યોજનાના નામથી પણ ઓળખવામાં આવે છે.

યોજનાનો લાભ લેવા માટે પહેલીવાર ગર્ભાવસ્થા ધારણ કરનાર ગર્ભવતી મહિલાના રજિસ્ટ્રેશન માટે મહિલા અને તેના પતિના આધાર કાર્ડ, માતા પિતાના ઓળખપત્ર, બાળકનું જન્મ પ્રમાણપત્ર, બેંક પાસબુકની ફોટોસ્ટેટ કોપી હોવી જરૂરી છે. બેંક ખાતા જાેઈન્ટ હોવા જાેઈએ નહીં. ગર્ભવતી મહિલાને ૫૦૦૦ રૂપિયા ૩ હપ્તામાં આપવામાં આવે છે. યોજનાનો હેતુ પહેલીવાર માતા બનનારી મહિલાઓને પોષણ આપવાનો છે. ૫૦૦૦ રૂપિયામાંથી પહેલો હપ્તો ૧૦૦૦ રૂપિયાનો જે ગર્ભધારણના ૧૫૦ દિવસની અંદર નોંધણી કરાવો તો મળે છે, બીજાે હપ્તો ૨૦૦૦ રૂપિયાનો ૧૮૦ દિવસની અંદર અને ઓછામાં ઓછી એક પ્રિનેટલ ચેક અપ થયા પછી અપાય છે.

ત્રીજાે હપ્તો ૨૦૦૦ રૂપિયાનો હોય છે જે ડિલિવરી અને શિશુનું પ્રથમ રસીકરણ ચક્ર પૂરું થાય તે પછી અપાય છે. સરકારી નોકરી કરતી મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે નહીં. પીએમ માતૃત્વ વંદના યોજના હેઠળ (એ.એસ.એચ.એ) કે (એ.એન.એમ.) દ્વારા અરજી કરી શકો ચો. આ માટે તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો. યોજનાનો લાભ તમામ ગર્ભવતી મહિલાઓને અપાય છે પછી તેમની પ્રસુતિ સરકારી હોસ્પિટલમાં થઈ હોય કે પછી ખાનગી હોસ્પિટલમાં. વધુ વિગતો માટે તમે https://wcd.nic.in/schemes/pradhan-mantri-matru-vandana-yojana પર જઈને મેળવી શકો છો.

Related Post

Verified by MonsterInsights