Fri. Dec 27th, 2024

ભાવ વધારો / પેટ્રોલ-ડીઝલના ભાવ વચ્ચે ગુજરાતીઓ માટે મોટા સમાચાર, સરકાર આટલા રૂપિયા ઘટાડી શકે છે

પેટ્રોલ અને ડીઝલને લઈને રાહતના સમાચાર આવ્યા છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળી શકે છે.

ઈધણના ભાવો અંગે સરકારની વિચારણા

ગુજરાત સરકાર પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાનો વિચાર કરી રહી છે. રાજ્ય સરકાર વીજળીના પ્રતિ યુનિટ ફ્યુઅલ ચાર્જમાં ઘટાડા અંગે પણ વિચારણા કરી રહી છે. ફ્યુઅલ ચાર્જ પ્રતિ યુનિટ દીઠ 5.50 થી ઘટાડીને 4 રૂપિયા કરી શકાય છે, આ અગાઉ 2017 માં રાજ્ય સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડ્યા હતા.

જેમ જેમ સંક્રમણ ઓછું થયું, તેમ વાહનવ્યવહાર પણ વધ્યો

પેટ્રોલ અને ડીઝલ પર હાલ 20 રૂપિયાના વેટ અને 4 રૂપિયાના સેસ ઘટાડો કરવામાં આવી શકે છે. મહત્વપૂર્ણ એ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની અસર મોટા શહેરોમાં થઈ રહી છે. ઈધણની કિંમતો વધતા અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટા શહેરો જેવા કે અમદાવાદ,સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર જૂનગાઢ તેમજ જામનગરમાં પેટ્રોલ ડીઝલની કિંમતોમા સતત ભાવ વધારો જોવા મળ્યો હતો.

પેટ્રોલ-ડીઝલના ભાવ લોકો પર અસર કરશે

રાજ્યમાં કોરોનું સંક્રમણ ધીમું થવાની સાથે સરકારે નિયમો અને છુટછાટ આપતા વાહન વ્યવહાર પણ હળવો થયો છે, અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાથી સામાન્ય માણસને ભારે હાલાકી પડી છે. પરંતુ હવે રાજ્ય સરકાર પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવાનું વિચારી રહી છે. વીજળીના પ્રતિ યુનિટ ફ્યુઅલ ચાર્જમાં ઘટાડાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ થોડીક રાહત થશે.

ગઈકાલે પેટ્રોલ-ડીઝલનો ભાવ હતો

ગઈકાલે પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 93.11 રૂપિયા હતો જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 93.77 રૂપિયા હતો. તેમાં વેટ અને સેસ ઘટના ભાવ ઘટાડો આવી શકે છે. આમ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાથી સામાન્ય લોકોમાં થોડી રાહત મળી શકે છે.

 

Related Post

Verified by MonsterInsights