દિલ્હીથી થોડા સમય પહેલા પટણા શિફ્ટ થયેલા આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ આજે ફરી પોતાના જુના અંદાજમાં જોવા મળ્યા હતા.
આજે સવારે તેઓ પટણાના રસ્તાઓ પર જીપ લઈને પરતા દેખાયા હતા.પોતાની જુની જીપમાં તે જાતે જ ડ્રાઈવીંગ કરી રહ્યા હતા.જેમણે પણ લાલુ પ્રસાદને ડ્રાઈવિંગ કરતા જોયા તે તમામ હેરાન થઈ ગયા હતા.
મળતી વિગતો પ્રમાણે મંગળવારે રાતે જ લાલુ પ્રસાદ જીપ લઈને નિકળવા માંગતા હતા પણ તે વખતે જીપનુ સમારકામ ચાલી રહ્યુ હતુ.આજે સવારે જીપ તૈયાર થઈને તેમના ઘરે પહોંચી હતી અને તે સાથે જ લાલુ પ્રસાદ ડ્રાઈવર સીટ પર બેસી ગયા હતા અને પટણામાં ફરવા નીકળી ગયા હતા.
લાલુ પ્રસાદે બાદમાં પોતાનો ડ્રાઈવિંગનો વિડિયો અપલોડ કરીને કહ્યુ હતુ કે, આજે વર્ષો બાદ મેં મારી પહેલી ગાડી ચલાવી છે.આ સંસારમાં જન્મતા લોકો કોઈને કોઈ રીતે ડ્રાઈવર બનીને જ આવતા હોય છે.તમારા જીવનમાં પ્રેમ, સદભાવ, શાંતિ અને સમૃધ્ધિની ગાડી તમને બધાને સાથે લઈને ચાલતી રહે તેવી આશા રાખુ છું.