વેક્સિન નિર્માણની દિશામાં ગુરૂવારે એક સકારાત્મક સમાચાર આવ્યા છે. જો બધુ બરાબર રહ્યું તો ભારત બાયોટેક સિવાય બીજી કંપનીઓ પણ સ્વદેશી વેક્સિન ‘કોવેક્સીન’નું નું ઉત્પાદન કરવા લાગશે. જો આમ થાય તો ભારતની ક્ષમતામાં વધારો થશે અને વેક્સિનની કમીની ફરિયાદ દૂર થશે.
વીકે પોલે કહ્યુ- લોકોનું કહેવુ છે કે બીજી કંપનીઓને પણ કોવેક્સિન બનાવવા માટે આપવામાં આવે. મને તે જણાવતા ખુશી થઈ રહી છે કે અમે આ વિશે કોવેક્સીન નિર્માતા કંપની ભારત બાયોટેક ની સાથે ઉલ્લેખ કર્યો તો તેણે તેનું સ્વાગત કર્યું. આ વેક્સિન હેઠળ લાઇવ વાયરસ નિષ્ક્રિય થી જાય છે અને તે માત્ર બીએસએલ3 લેબમાં થાય છે.
નીતિ આયોગના સભ્યએ આગળ કહ્યું- દરેક કંપની પાસે તે નતી. અમે તે કંપનીઓને ખુલ્લુ આમંત્રણ આપીએ છીએ જે આમ કરવા ઈચ્છે છે. જે કંપનીઓ કોવેક્સીનનું નિર્મામ કરવા ઈચ્છે છે, તેણે મળીને કરવું જોઈએ. સરકાર સહાયતા કરશે જેથી ક્ષમતા વધી શકે.
વીકે પોલે કહ્યુ- લોકોનું કહેવુ છે કે બીજી કંપનીઓને પણ કોવેક્સિન બનાવવા માટે આપવામાં આવે. મને તે જણાવતા ખુશી થઈ રહી છે કે અમે આ વિશે કોવેક્સીન નિર્માતા કંપની ભારત બાયોટેક ની સાથે ઉલ્લેખ કર્યો તો તેણે તેનું સ્વાગત કર્યું.
વીકે પોલના આ નિવેદનનું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્વાગત કર્યુ છે. કેજરીવાલે કહ્યુ- આ સરકારનું ખુબ સ્વાગત યોગ્ય પગલુ છે. તે ઉત્પાદનમાં તેજી લાવશે. હું કેન્દ્ર સરકારને તે પણ આગ્રહ કરું છું કે તે વિદેશથી સીધી વેક્સિન મંગાવવાની જગ્યાએ દરેક રાજ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં એક બીજા વિરુદ્ધ બોલી લગાવે.
તો દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ- અમને તે વાતની ખુશી છે કે કેન્દ્ર સરકારે બીજી કંપનીઓને કોવેક્સીન બનાવવા પર રાજી થઈ છે. અમને આશા છે કે વેક્સિનને વન નેશનના રૂપમાં આયાત કરવાના અમારા બીજા સૂચન પર પણ ગંભીરતાથી વિચાર કરવામાં આવશે.