Mon. Dec 23rd, 2024

સુરતના રાંદેર વિસ્તારમાંથી ગળું અને ગુપ્તાંગ કપાયેલી હાલતમાં આધેડનો મૃતદેહ મળ્યો

googleusercontent.com

સુરતના રાંદેર વિસ્તારની એક સોસાયટીમાંથી થોડા દિવસ પહેલાં જ એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. આધેડનો મૃતદેહ ગળું અને ગુપ્તાંગ કપાયેલી હાલતમાં મળ્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસને આશંકા છે કે, આ આધેડને દારુ પીવાની ટેવ હતી અને તે દારુના નશામાં પત્નીની સાથે મારઝૂડ કરતો હતો. તેથી પતિની હરકતથી કંટાળીને પત્ની તેના પિયર ચાલી ગઈ હતી અને ત્યારથી તેઓ માનસિક તણાવમાં રહેતા હતા.

રિપોર્ટ અનુસાર સુરતના રાંદેર વિસ્તારમાં ભગવાન નગર સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાંથી દિપક પ્રજાપતિ નામના 45 વર્ષના વ્યક્તિનો મૃતદેહ સ્થાનિક લોકોને મળ્યો હતો. તેથી સ્થાનિક લોકોએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. દિપક પ્રજાપતિનો મૃતદેહ મળ્યો ત્યારે ગુપ્તાંગ અને ગરદન કપાયેલી હાલતમાં હતી. તેથી પોલીસે દિપક પ્રજાપતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.

આ બાબતે દિપક પ્રજાપતિના મામા હસમુખ પ્રજાપતિ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, મૃતક દિપક ફર્નીચરનો એક કારીગરો હતો. પણ છેલ્લા કેટલાક સમયથી તેને ધંધો મળવાનો બંધ થઇ ગયો હતો. દિપકને દારુ પીવાની ટેવ હોવાના કારણે તે દારુ પીને સવારથી પત્નીની સાથે ઝઘડા કરતો હતો. તે બેકાર બની ગયો હોવાની સતત માનસિક તણાવમાં રહેતો હતો. દિપકની પત્ની વંદના ઘર કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. દિપકને સંતાનનો એક દીકરો છે અને તે પણ હોસ્ટેલમાં અભ્યાસ કરી રહ્યો છે. દિપકની તેની પત્ની સાથે મારઝૂડ વધી ગઈ હોવાના કારણે પતિના ત્રાસથી તે છેલ્લા 15 દિવસથી દિપકને છોડીને અન્ય જગ્યા પર રહેવા માટે ચાલી ગઈ હતી.

આ ઘટના બાબતે રાંદેર પોલીસે જણાવ્યું હતું કે, પોલીસ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી ત્યારે આધેડનો મૃતદેહ લોહીના ખાબોચિયામાંથી મળી આવ્યો હતો. આધેડના મૃતદેહની બાજુમાંથી એક શાકભાજી કાપવાનું ચપ્પુ પણ મળી આવ્યું હતું. અમે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે મૃતદેહ પર ગુપ્તાંગના ભાગની ચામડી અને ગળું કપાયેલું હતું. આ ઉપરાંત મૃતદેહ પર અનેક ચપ્પુના ઘા માર્યા હોવાના ઈજાના નિશાન મળી આવ્યા હતા. આધેડના મૃતદેહ પરથી મોતનું કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને લઇને રાંદેર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Related Post

Verified by MonsterInsights