સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં કોપી કેસની સૌથી મોટી ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કોરોના મહામારીને કારણે ઓનલાઈન યોજવામાં આવેલી પરીક્ષામાં 3503 વિદ્યાર્થીઓની પરીક્ષાના પેપર દરમિયાન ચોરી કરતાં હોવાની શંકાસ્પદ ભૂમિકા જોવા મળી હતી. 60 પ્રોફેસર્સ સહિત સ્ટાફે ચકાસણી કરતાં 3503 શંકાસ્પદ વિદ્યાર્થીઓમાંથી 1600 ચોરી કરતા હોવાનું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
વિધાર્થીઓ ચોરી કરતા હોવાની શંકા જતા સ્ટાફે ચકાસણી કરતા કુલ 1600 વિદ્યાર્થીઓને ચોરી કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા. તમામ સ્ક્રીન શોર્ટસ અને રેકોર્ડિંગને જોતા પ્રૂફ સાથે યુનિવસિટીએ પરીક્ષામાં ચોરી કરનાર વિદ્યાર્થીઓને ઝડપી પાડયા છે. વિદ્યાર્થીઓ પર કાર્યવાહી કરવાના પગલા રૂપે 500 રૂપિયા દંડ અને પરીક્ષાના 0 માર્કસ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આપવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવેલ અલગ અલગ પરિક્ષા દરમિયાન આ પ્રકારના ચોરીના બનાવો બન્યા હતા જેમાં 1600 જેટલા વિધાર્થીઓને ચોરી કરતા પકડી પાડવામાં આવ્યા છે.
જેના પગલે ચકાસણી બાદ આ તમામ 1600 વિદ્યાર્થીઓ ને જે તે વિષયમાં શૂન્ય માર્ક્સ આપવામાં આવ્યા છે. તેમજ ભવિષ્યના આ પ્રકારની ગેરરીતિના આચરે તે માટે વિદ્યાર્થી દીઠ 500 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે.