Sun. Sep 8th, 2024

હવે તમે EMI પર ફ્લાઇટ ટિકિટ ખરીદી શકશો,Spice jet લાવ્યું બમ્પર ઓફર

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની બીજી લહેર નરમ પડતા બાદ દેશમાં એવિએશન ક્ષેત્રમાં જાનમાં જાન આવી હોય તેમ લાગી રહ્યું છે. કોરોના પ્રોટોકલનું પાલન કરતા ડોમેસ્ટીક અને વિદેશી ફ્લાઇટ સેવાઓ શરૂ થઈ ગઈ છે. આ સ્થિતિ વચ્ચે એરલાઇન કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે નવી ઑફર્સ લાવી રહી છે. આમાં એક ઓફર સ્પાઇસજેટની છે. તમે EMI પર સ્પાઈસ જેટની એર ટિકિટ ખરીદી શકો છો.

નવી ઓફર મુજબ, તમે હપ્તા પર સ્પાઇસજેટની ટિકિટ ખરીદી શકો છો. કંપનીએ સોમવારે આ ઓફરની જાહેરાત કરી હતી. ઓફર જણાવે છે કે ગ્રાહકો એર ટિકિટના પૈસા 3, 6 અથવા 12 હપ્તામાં ચૂકવી શકે છે. કંપનીએ કહ્યું છે કે ભલે ટિકિટ EMI પર આપવામાં આવી રહી છે, પરંતુ તેના માટે કોઈ અલગ ચાર્જ ચૂકવવો પડશે નહીં.

આ ઓફરનો લાભ લેવા માટે ગ્રાહકોએ કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવી પડશે. સ્પાઇસજેટે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે ગ્રાહકોએ EMI પર ટિકિટ લેવા માટે PAN નંબર, આધાર નંબર અથવા VID જેવી માહિતી આપવી પડશે. વન-ટાઇમ પાસવર્ડ દ્વારા આ માહિતીની ચકાસણી કરવાની રહેશે.

ટિકિટ કેવી રીતે મેળવવી

ટિકિટ લેવા માટે, ગ્રાહકે પહેલા UPI ID આપીને પ્રથમ EMI ચૂકવવી પડશે. અનુગામી EMI પણ એ જ UPI દ્વારા કાપવામાં આવશે. EMI પર ટિકિટ લેવા માટે, ગ્રાહકોએ કોઈ ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડની વિગતો આપવાની રહેશે નહીં.

હાલમાં જ સ્પાઈસજેટે કહ્યું હતું કે મુસાફરોની સુવિધા માટે તે 31 ઓક્ટોબરથી દેશભરમાં હવાઈ સેવા શરૂ કરવા જઈ રહી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાજસ્થાનના જયપુર, જેસલમેર, જોધપુર અને ઉદયપુરના પ્રવાસન સ્થળોને દેશના મુખ્ય મહાનગરો અને શહેરો સાથે જોડતી અનેક નવી નોન-સ્ટોપ ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવશે.

Related Post

Verified by MonsterInsights