Sun. Dec 22nd, 2024

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સાયન્સ કોરોનાને માત આપીને 94%દર્દીઓ સાજા થઈને હેમખેમ પોતાના ઘરે પાછા જાણો કેવી રીતે થાય છે સારવાર

કોરોના મહામારીનો મુકાબલો કરવા માટે હાલમાં જ આયુષ મંત્રાલયે આયુર્વેદ ની એક દવા સંક્રમિતનો આપવાની સલાહ આપી છે. આ દવાનું નામ આયુષ 64 છે. આ દવા ઉપરાંત બીજા પણ અનેક ઉપાય કોરોના દર્દીઓની સારવારમાં કારગાર સાબિત થઈ રહ્યા છે.

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સાયન્સ ના નિદેશક તનુજા નેસારી કહે છે કે આયુષ મંત્રાલયે હાલમાં જ આયુ। 64 નામની એક દવા કોરોના સંક્રમિતોની સારવારમાં ઉપયોગમાં લેવાની સલાહ આપી છે. આ દવા વર્ષ 1980માં પહેલીવાર મેલેરિયાની સારવાર માટે ઉપયોગમાં લેવાઈ હતી. આ દવાના ઉપયોગથી કોરોના દર્દીઓને પણ ફાયદો થઈ રહ્યો છે તેવું જોવા મળ્યું છે.

ઈન્સ્ટિટ્યૂટના ડોક્ટર રાજગોપાલ કહે છે કે માત્ર આ એક દવાથી જ કોરોના દર્દીઓની સારવાર થતી નથી. આ ઉપરાંત તાવ માટે અલગ દવા છે, જ્યારે નાક અને ગળાના ઈન્ફેક્શનથી દર્દીઓને બચાવવા માટે અણુ તેલનો ઉપયોગ કરાઈ રહ્યો છે. ઈમ્યુનિટી વધારવા માટે ઉકાળા અને ચ્યવનપ્રાશનો ઉપયોગ થાય છે.

ડોક્ટરોનું કહેવું છે કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પર લાઈવ સ્ક્રીન દ્વારા નજર રાખવામાં આવે છે. તેમને સમયસર ભોજન, દવાઓ આપવી, તેમના મનને ખુશ રાખવા માટે ‘આનંદી’ નામની એક ટીમ બનાવવામાં આવી છે. ડોક્ટરોનું માનવું છે કે કોરોના વાયરસ સામે લડવામાં શરીરની ઈમ્યુનિટીની સાથે સાથે માનસિક રીતે આશાવાદી રહેવું પણ ખુબ મદદરૂપ બને છે.

Related Post

Verified by MonsterInsights