કોરોના વાયરસ દેશભરમાં કહેર મચાવી રહ્યો છે, ત્યારે Covid-19 નો એક નવો વેરિયન્ટ બહાર આવ્યો છે, તેનું નામ AP Strain છે, હાલ તે આંધ્ર પ્રદેશમાંથી શોધવામાં આવ્યો છે, વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ નવો વેરિયન્ટ 15 ગણો વધુ સંક્રામક છે, આ વાયરસનાં પગલે લોકો માત્ર 3-4 દિવસમાં જ બીમાર થઇ જાય છે. અને ત્યાર બાદ દર્દીની હાલત નાજુક બની જાય છે, આ સ્ટ્રેન ખુબ ઝડપથી ફેલાઇ કહ્યો છે અને લોકોને સંક્રમિત કરી રહ્યો છે.
કોરોનાનાં આ નવા સ્ટ્રેનની આક્રમક્તાથી સૌ કોઇ ચિતિંત છે, હાલ તો દેશમાં ડબલ મ્યુટેન્ટ વાયરસનાં લક્ષણો જાણવા મળ્યા છે, જે બ્રિટન અને સાઉથ આફ્રિકન સ્ટ્રેન છે, હવે આ AP Strainને વૈજ્ઞાનિક ભાષામાં N440K વેરિયન્ટ કહેવામાં આવે છે, સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યૂલર બાયોલોજી (CCMB)નાં વૈજ્ઞાનિકોએ આ નવા વેરિયન્ટને શોધી કાઢ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં AP Strain વેરિઅન્ટ મળી આવ્યું છે, જે B1.617 અને B1.618 વેરિઅન્ટ કરતાં વધુ શક્તિશાળી અને જોખમી હોવાનું કહેવાય છે. વિશાખાપટ્ટનમ ડીસી વી.વિનય ચંદે માહિતી આપી કે CCMBમાં અનેક વેરિઅન્ટસની તપાસ કરવામાં આવી રહી છે. કયા પ્રકારનું વેરિઅન્ટસ કેટલું ખતરનાક છે, તે અંગેની વૈજ્ઞાનિકો આપશે. જો કે નવી વેરિઅન્ટ મળ્યું છે અને તેના સેમ્પલો લેબમાં મોકલવામાં આવ્યો છે.