પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો પછી હિંસાનું તબક્કો ચાલુ છે. છેલ્લા ત્રણ દિવસમાં 10 થી વધુ લોકો માર્યા ગયા છે. રાજ્યમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી TMCને મળેલી ભારે જીત પછી ભાજપ અને સત્તાધારી દળના વર્કર્સની વચ્ચે રાજકારણનો ખૂની ખેલ શરૂ થઈ ગયો છે. અત્યાર સુધીમાં 6 જિલ્લામાંથી હિંસાના સમાચાર આવ્યા છે અને બે દિવસમાં લગભગ 11 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યપાલ જગદીશ ધનખડને ફોન કર્યો અને બંગાળમાં આગ લગાડવાના અને હત્યાઓના બનાવો પર ચિંતા વ્યક્ત કરી છે. આસામ સરકારના મંત્રી અને ભાજપના પ્રધાન હિંમત બિસ્વાએ દાવો કર્યો હતો કે બંગાળમાં હિંસાના કારણે આસામમાં આશરે 300-400 ભાજપ કાર્યકરો અને તેમના પરિવારો સહિત પલાયન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આસામ સરકારે બંગાળથી સ્થળાંતર કર્યા પછી અહીં આવતા લોકો માટે આશ્રયસ્થાન અને ખાણી-પીણીની વ્યવસ્થા કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની લોકશાહીનો આ ઘૃણાસ્પદ નૃત્ય છે અને તેઓએ તેને રોકવું જોઈએ.
આપને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો પછી રાજકીય હિંસા શરૂ થઈ ગઈ છે. પરિણામના દિવસે જ કોલકાતામાં BJPની ઓફિસમાં આગ લગાડવામાં આવી હતી. સોમવારે પણ પાર્ટીના બે કાર્યકર્તાઓની માર-મારીને હત્યા કરવામાં આવી છે.
આ દરમિયાન પશ્ચિમ દિલ્હી લોકસભા સીટથી ભાજપના સાંસદ પરવેશ સાહિબ સિંહએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે તૃણમૂલના નેતાઓએ પણ દિલ્હીમાં આવાનું છે. તેમણે કહ્યું કે TMCના ગુંડાઓએ જીતવાની સાથે જ અમારા કાર્યકર્તાઓને માર્યા. કાર્યકર્તાઓની ગાડીઓ તોડી. ઉપદ્રવી તેમના ઘરને આગ લગાવી રહ્યાં છે. એ વાત યાદ રાખજો કે TMCના સાંસદ, મુખ્યમંત્રી, ધારાસભ્યોએ પણ દિલ્હી આવુ પડશે. આને ચેતવણી ગણજો. ચૂંટણીમાં હાર જીત થાય છે, મર્ડર નહિ.