Sun. Sep 8th, 2024

ખુશખબર: પેન્શનર્સ માટે મોદી સરકારનો મોટો નિર્ણય, પ્રોવિઝનલ પેન્શનની સમયમર્યાદા 1 વર્ષ વધારવાનો નિર્ણય

કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે કહ્યું હતું કે કોરોના સંકટને ધ્યાનમાં રાખીને સરકારે હવે પ્રોવિઝનલ પેન્શનની સમયમર્યાદા 1 વર્ષ વધારવાનો નિર્ણય કર્યો છે. આ નિવૃત્તિ તારીખથી ગણાશે. ડિપાર્ટમેન્ટ ઑફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેર અને ડિપાર્ટમેન્ટ ઑફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ એન્ડ પબ્લિક ગ્રીવાંસ સાથે ઓનલાઇન મીટિંગમાં જીતેન્દ્રસિંહે કહ્યું કે સરકારે પ્રોવિઝનલ પેન્શનને લિબરલ બનાવવાનો નિર્ણય લીધો છે. તેમણે નિર્દેશ આપ્યો કે, ફેમિલી પેન્શન માટે ક્લેમ મેળવ્યા બાદ વિભાગે વહેલી તકે તેને જારી કરી દેવો જોઈએ. આ માટે, પરિવારના સભ્ય તરફથી મૃત્યુ પ્રમાણપત્ર રજૂ કરવું પૂરતું છે. પે એન્ડ એકાઉન્ટ વિભાગને આવા કેસ મોકલવાની જરૂર નથી.

જીતેન્દ્રસિંહે કહ્યું કે આજે સરકારે પ્રોવિઝનલ પેન્શનમાં એક વર્ષનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નિવૃત્તિ તારીખથી લાગુ થશે. તેમણે કહ્યું કે કેટલાક એવા કિસ્સા બન્યા છે કે જેમાં સરકારી કર્મચારીઓની નિવૃત્તિ પછી મોત નીપજ્યું હતું પરંતુ તેઓ તેમના પેન્શન પેપર્સ પણ જમા કરાવી શક્યા ન હતા. આવી સ્થિતિમાં પરિવારની મુશ્કેલી વધવી ન જોઇએ. આ મુશ્કેલ સમયમાં આવા પરિવાર સાથે ઉભા રહેવાની જરૂર છે. આ કેસોમાં નિર્દેશ આપ્યો કે વહેલી તકે પેન્શન ચુકવણીનો હુકમ કરો જેથી પેન્શનરોના પરિવારને બાકી રકમ ચૂકવી શકાય.

ડિસએબિલિટી પેન્શનમાં એકસાથે રકમ આપવામાં આવશે

આ ઉપરાંત રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ કર્મચારી માટે એકસાથે વળતર ચૂકવવા માટે સુવિધાનો પણ વિસ્તાર કરાયો છે. નિયમ હેઠળ, જો કોઈ સરકારી કર્મચારી ફરજ દરમિયાન અપંગ થઈ જાય છે અને સરકાર તેને ફરીથી નોકરી પર રાખવાનો નિર્ણય લે છે, તો આવા કર્મચારીઓને એકસાથે વળતરની રકમ મળે છે. તે એક રીતે અપંગતા પેન્શન છે.

ડિજિટલ મોડમાં કોમ્યુનિકેશન કરવામાં આવશે

આ સિવાય, જો કોઈ પણ સંજોગોમાં પીપીઓ (પેન્શન પેમેન્ટ ઓર્ડર) જારી કરવામાં આવ્યો છે પરંતુ કોરોનાને કારણે, તે હજી સુધી સેન્ટ્રલ એકાઉન્ટિંગ ઓફિસ (સીપીએઓ) અથવા બેંક સુધી પહોંચ્યો નથી, તો આ બાબતોની આગળની કાર્યવાહી કંટ્રોલ જનરલ (સીજીએ) દ્વારા કરી શકાય છે. સીજીએ સંબંધિત પેન્શન પ્રોસેસિંગ સેન્ટર અથવા બેંકને નિર્દેશ આપશે અને તમામ કોમ્યુનિકેશન ડિજિટલ મોડમાં કરવામાં આવશે.

DoPPW એ તમામ પેન્શન વિતરણ બેંકોને આ સમયે વિડિઓ-આધારિત કસ્ટમર આઇડેંટિફિકેશન પ્રોસેસ (વી-સીઆઈપી) અપનાવવા જણાવ્યું છે. આ દ્વારા બેંકોને જીવન પ્રમાણપત્ર મળશે. જણાવી દઇએ કે યુકો બેંક આ મામલે ખૂબ સારી કામગીરી કરી રહી છે.

Related Post

Verified by MonsterInsights