Fri. Oct 18th, 2024

શ્રીલંકાએ કોવિડ-19 કેસમાં સતત વધારાને કારણે ભારતથી આવનારા યાત્રીઓના આગમન પર તત્કાલ અસરથી રોક લગાવવાની જાહેરાત કરી

શ્રીલંકાએ કોવિડ-19 કેસમાં સતત વધારાને કારણે ભારતથી આવનારા યાત્રીઓના આગમન પર તત્કાલ અસરથી રોક લગાવવાની જાહેરાત કરી. બ્રિટેન, સંયુક્ત અરબ અમીરાત, ઑસ્ટ્રેલિયા, સિંગાપુર, દક્ષિણ અફ્રીકા સહિત કેટલાય દેશ ભારતથી આવનારા યાત્રીઓ પર પહેલેથી જ પ્રતિબંધ લગાવી ચૂક્યા છે.

પત્રમાં લખ્યું કે કોવિડ-19 મહામારીની સ્થિતિને લઈને શ્રીલંકાની આરોગ્ય ઓથોરિટી તરફથી મળેલા નિર્દેશનને અનુરુપ આ નિર્દેશ આપવામાં આવે છે કે તત્કાલ પ્રભાવથી ભારતથી આવનારા યાત્રીઓને શ્રીલંકા આવવાની પરવાનગી નહીં હોય.

અમેરિકાએ તાજેતરમાં જ પોતાના નાગરિકોને તરત ભારત છોડવાની સલાહ આપી હતી અને કહ્યું કે મેડિકલ સુવિધાઓ સીમિત થઈ ગઈ છે. બ્રિટને પહેલા જ ભારતને યાત્રાના રેડ લિસ્ટમાં નાખી દીધુ હતુ. ઑસ્ટ્રેલિયાની સરકારે તાજેતરમાં જ પોતાના નાગરિકોના દેશ પરત જવા પર રોક લગાવી અને કહ્યું કે જેઓ ભારતમાં છે અને ઑસ્ટ્રેલિયા આવ્યાના 14 દિવસ પહેલા ભારતમાં રહ્યાં છે, તેઓ પ્રવેશ નહીં કરી શકે. અન્ય દેશોની વાત કરીએ તો ઈરાને પણ 26 એપ્રિલે ભારતથી આવનારા યાત્રીઓ પર રોક લગાવી છે.

શ્રીલંકાએ કોવિડ-19 કેસમાં સતત વધારાને કારણે ભારતથી આવનારા યાત્રીઓના આગમન પર તત્કાલ અસરથી રોક લગાવવાની જાહેરાત કરી. બ્રિટેન, સંયુક્ત અરબ અમીરાત, ઑસ્ટ્રેલિયા, સિંગાપુર, દક્ષિણ અફ્રીકા સહિત કેટલાય દેશ ભારતથી આવનારા યાત્રીઓ પર પહેલેથી જ પ્રતિબંધ લગાવી ચૂક્યા છે. ગુરુવારે નાગર વિમાનન પ્રાધિકરણે કહ્યું કે ભારતના યાત્રીઓને શ્રીલંકા આવવાની અનુમતિ નહીં હોય. ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે માટે આ પગલુ લેવામાં આવ્યું.

Related Post

Verified by MonsterInsights