Fri. Oct 18th, 2024

કેન્દ્ર સરકારના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઈઝર કે વિજય રાઘવને કહ્યું કે, કોરોના મહામારીને માત્ર સાવચેતી રાખવાથી હરાવી શકાય

કેન્દ્ર સરકારના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઈઝર કે વિજય રાઘવને કહ્યું કે, કોરોના મહામારીને માત્ર સાવચેતી રાખવાથી હરાવી શકાય છે. જો સતર્ક રહેવામાં આવે તો મહામારીની ત્રીજી લહેરને આવતી રોકી શકાય છે.

રાઘવને કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેર આવશે કે નહીં એ તેના પર નિર્ભર કરે છે કે આપણે બધા કઈ રીતે ગાઈડલાઈન્સનું પાલન કરીએ છીએ. વ્યક્તિગત રીતે લોકલ સ્તર પર, રાજ્ય સ્તર પર અને બધી જગ્યાએ જો સાવચેતી રાખીશુ અને ગાઈડલાઈનનું પાલન કરીશું તો કોરોનાની ત્રીજી લહેરને આવતી રોકી શકીએ છીએ.

રાઘવને કહ્યું કે, દુનિયાભરમાં અને ભારતમાં અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ સમયે પીક આવ્યો છે અને એ સમજવું જરૂરી છે કે ક્યારે અને કેમ સંક્રમણ વધ્યું છે. તેમણે કહ્યું કે, સંક્રમણ ત્યારે વધે છે, જ્યારે કોરોના વાયરસને તક મળે છે. જો તેને તક નહીં મળે તો તે સંક્રમિત નહીં કરી શકે.

કેન્દ્ર સરકારના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઈઝર કે વિજય રાઘવને કહ્યું કે, જો સાવચેતી રાખવામાં આવે તો આપણે કોરોના મહામારીની ત્રીજી લહેર આવતી રોકી શકીએ છીએ. તેમણે કહ્યું કે, જો બધી સાવચેતી રાખીશું અને ગાઈડલાઈનને ફોલો કરીશું તો કદાચ થોડી જ જગ્યાએ કોરોનાની ત્રીજી લહેર આવશે કે પછી ક્યાંય પણ નહીં આવે. જોકે, બે દિવસ પહેલા રાઘવને કહ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરને કોઈ રોકી નહીં શકે, કેમકે વાયરસ રૂપ બદલતો રહે છે.

તેમણે કહ્યું કે, જે લોકોએ વેક્સીન લીધી છે, માસ્ક પહેરે છે, પૂરી સાવચેતી રાખે છે, તે સુરક્ષિત છે. પરંતુ, જો વાયરસને નવી તક મળશે તો કેસ પણ વધશે. એવા લોકો પણ હોઈ શકે છે, જે પહેલેથી સાવચેતી રાખતા હતા, પરંતુ બાદમાં બેદરકાર થઈ ગયા, એવામાં કેસ વધે છે.

તેમણે કહ્યું કે, કોરોના ફેલાવાની સાઈઝને ઓછી કરવી અને તેની ફ્રિક્વન્સીને ઓછી કરવી આપણા હાથમાં છે. તેમણે કહ્યું કે, એવા લોકો જે સંક્રમિત છે પણ લક્ષણ દેખાતા નથી, તે બીજાને સંક્રમતિ કરી શકે છે, એટલે વધુ સાવચેતી રાખવાની જરૂર છે.

Related Post

Verified by MonsterInsights