Sun. Sep 8th, 2024

દેશના 29 કરોડ LIC પોલિસી ધારકો માટે અગત્યના સમાચાર

દેશની સૌથી મોટી વીમા કંપની જીવન વીમા નિગમ (LIC) માં આજથી વર્કિંગ ડે અંગે નવો નિયમ અમલમાં આવ્યો છે. આજે (10 મે) થી LICના કર્મચારીઓ અઠવાડિયામાં માત્ર 5 દિવસ કામ કરશે. હવે દર શનિવારે પણ LIC Officeમાં રજા રહેશે.કેન્દ્ર સરકારે 15 એપ્રિલના રોજ એક જાહેરનામું બહાર પાડ્યું હતું જે અંતર્ગત શનિવારે જાહેર રજા જાહેર કરવામાં આવી છે.

નવા બદલાવ મુજબ આજથી એલઆઈસી કચેરીઓ અઠવાડિયાના 5 દિવસ સોમવારથી શુક્રવાર સુધીના સવારે 10 થી સાંજના 5.30 સુધી ખુલી રહેશે. એલઆઈસી તેના ગ્રાહકોને ઓનલાઇન સુવિધા પણ પૂરી પાડે છે. તમે તેની સત્તાવાર વેબસાઇટ https://licindia.in/ પર તમામ કાર્ય ઓનલાઇન કરી શકો છો. આ ઉપરાંત, કોરોના સંકટ વચ્ચે તેના ગ્રાહકોની અસુવિધાને ધ્યાનમાં રાખીને એલઆઈસીએ દાવાની પતાવટ સંબંધિત શરતોમાં થોડી રાહત આપવાની જાહેરાત કરી છે.

ડેથ ક્લેઇમ માટે શું રાહત અપાઈ?

કોવિડ -19 રોગચાળાની બીજી લહેર વચ્ચે સરકાર દ્વારા નિયંત્રિત વીમા કંપની જીવન વીમા નિગમ (LIC) એ તેના ગ્રાહકોની સલામતીને ધ્યાનમાં રાખીને દાવાની પતાવટના નિયમોમાં થોડી રાહતની જાહેરાત કરી છે. કંપનીએ એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં હોસ્પિટલમાં મોત નીપજે છે તેના મૃત્યુ દાવોના નિકાલની કામગીરી ઝડપથી કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી ડેથ સર્ટિફિકેટના બદલામાં મૃત્યુના વૈકલ્પિક પુરાવાઓને માન્યતા આપવામાં આવી છે.

Related Post

Verified by MonsterInsights