Sun. Sep 8th, 2024

હવે કોરોનિલની પણ થઇ રહ્યી છે બ્લેક માર્કેટિંગ,રોષે ભરાયા બાબા રામદેવ

કોરોના કાળમાં એક તરફ લોકો ઓક્સિજન, દવાઓ, ઈન્જેક્શનના બ્લેક માર્કેટિંગમાં લાગ્યા છે તો બીજી બાજુ ચોંકાવનારી વાત એ પણ છે કે, મોટી મોટી ઈ-કોમર્સ સાઈટ્સ પર પણ દવાઓ, ઓક્સિમીટર વગેરેના ભાવ આભને આંબી રહ્યા છે. એટલું જ નહીં, પતંજલિ આયુર્વેદની ઈમ્યુનિટી બુસ્ટર દવા કોરોનિલના પણ ફાવે એમ ભાવ લેવાઈ રહ્યા છે. યોગ ગુરૂ બાબા રામદેવે ખુલીને આવી જ એક સાઈટ વિરૂદ્ધ નારાજગી વ્યક્ત કરી છે.

હકીકતે પતંજલિ આયુર્વેદની ઈમ્યુનિટી બુસ્ટર દવા કોરોનિલ અનેક સાઈટ પર 700થી 1,000 રૂપિયામાં વેચાઈ રહી છે જ્યારે તે દવા પર પ્રિન્ટ પ્રાઈસ ફક્ત 400 રૂપિયા જ છે. આ દવા પતંજલિ આયુર્વેદની પોતાની વેબસાઈટ પર પણ ફક્ત 400 રૂપિયામાં જ મળી રહી છે.

પૂર્વીય દિલ્હીમાં રહેતી એક વ્યક્તિએ થોડા દિવસ પહેલા એક અગ્રણી સાઈટ પરથી આ દવા 1,000 રૂપિયામાં બુક કરી હતી. બાદમાં પતંજલિની સાઈટ પર તે દવા માત્ર 400 રૂપિયામાં વેચાઈ રહી હોવાથી તેઓ ચોંકી ગયા હતા અને તરત જ પોતાનો ઓર્ડર કેન્સલ કર્યો હતો. અગ્રણી ઈ-કોમર્સ સાઈટ દવાના નાનકડા ડબ્બા પર ડિલીવરી ચાર્જ તરીકે વધારાના 45 રૂપિયા પણ ઉઘરાવી રહી હતી.

Related Post

Verified by MonsterInsights