મહારાષ્ટ્ર માં કોરોના સંક્રમણ ના ચિંતાજનક આંકડાઓને જોતાં રાજ્ય સરકારે લૉકડાઉન ને પહેલી જૂન 7 વાગ્યા સુધી લંબાવી દીધું છે. તેની સાથે જ બહારના રાજ્યોથી આવનારા તમામ લોકો માટે RT-PCRનો નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય કરી દેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકાર તરફથી જાહેર આદેશ મુજબ, રાજ્યમાં દાખલ થતાં પહેલા લોકોને કોરોનાનો નેગેટિગ રિપોર્ટ દર્શાવવો અનિવાર્ય હશે.
મુંબઈમાં કોરોનાથી થનારા મોતની સંખ્યા ઝડપથી વધી રહી છે. મુંબઈમાં કોરોના મહામારીના કારણે બગડતી સ્થિતિ પર રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. બેઠકમાં જણાવવામાં આવ્યું કે, મુંબઈમાં 14થી 20 એપ્રિલ સુધી કોરોનાથી થનારા મોતનો દર 0.6 ટકા હતો, જે 21 એપ્રિલથી 27 એપ્રિલ સુધી વધીને 1.14 ટકા સુધી પહોંચી ગયો છે. ત્યારબાદ 28 એપ્રિલથી 4 મે સુધી 2.27 ટકા સુધી પહોંચ્યો છે.
નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાથી થનારા મોતના આંકડા હવે ડરાવવા લાગ્યા છે. ગત 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 816 દર્દીનાં મોત થયા છે જ્યારે 46,781 નવા કેસ સામે આવ્યા છે. નવા મામલા સામે આવ્યા બાદ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 52.2 લાખ થઈ ગયા છે જ્યારે મૃતકોની સંખ્યા 78,007 સુધી પહોંચી ગઈ છે.