Sun. Sep 8th, 2024

લોકો રાત્રે શબ નદીમાં ફેંકી દે તો, અમે શું કરી શકીએ?

તાજેતરમાં, ગંગામાં તરતા મૃતદેહનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. એવું માનવામાં આવે છે કે આ મૃતદેહો કોવિડથી મરી ગયેલા લોકોના છે જે નદીમાં વહાવી દેવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશ અને બિહાર સરકાર વચ્ચે મૃતદેહ ફેંકવાનાં કારણે તકરાર વધી છે, જોકે ઉત્તરપ્રદેશના જળ સંસાધન પ્રધાન મહેન્દ્રસિંહે કહ્યું છે કે આ સમસ્યાને રોકવા માટે મારા વિભાગ પાસે ઘણા ઓછા વિકલ્પો છે.

પ્રધાને કહ્યું કે લોકો જાણે છે અને સમજે છે કે તેઓએ નદીઓમાં મૃતદેહ ફેંકી ન દેવા જોઈએ. જો લોકો રાત્રે શબ નદીમાં ફેંકી દે તો શું કરી શકીએ? જોકે, મંત્રીએ તે જિલ્લાઓના વહીવટનો પક્ષ લીધા કહ્યું કે જ્યાં મૃતદેહો તરતા મળી આવ્યા છે, તેઓ જરૂરી પગલાં લઈ રહ્યા છે. તેમણે કહ્યું, “તેમાં કોઈ શંકા નથી કે ગંગાને પ્રદૂષણથી બચાવવાની જરૂર છે.”

ઉન્નાવમાં ગંગા નદીમાં મોટી સંખ્યામાં લાશોના અંતિમ સંસ્કાર અંગે સિંહે કહ્યું કે ઘણા એવા ગામો છે જ્યાં હિન્દુઓ આજે પણ લાશોને દફનાવે છે. ઘણા સાધુ અને સંતોની લાશો પણ દફનાવવામાં આવે છે અને લોકો તેમની પૂજા કરે છે.

નોંધપાત્ર બાબત એ છે કે તાજેતરમાં ગંગામાં 100 થી વધુ લાશો તરતી મળી આવી હતી. આને કારણે ઉત્તર પ્રદેશ અને બિહારમાં લોકોમાં એક ડર હતો કે કોરોનાથી મરી ગયેલા લોકોની લાશો ગંગામાં વહેવવામાં આવી રહી છે.

Related Post

Verified by MonsterInsights