Sun. Sep 8th, 2024

વાહ! રસીકરણને પ્રોત્સાહન આપવા શરૂ કરાયો 10 લાખનો લકી ડ્રો, વેક્સિન લેનારને મળશે એફડીથી લઇને લોટરી ટિકિટ

ભારતમાં એક તરફ સરકાર અને સેલિબ્રિટિઝ લોકોને વેક્સીન મુકાવવા માટે અપીલ કરી રહ્યા છે તો અમેરિકામાં પણ ઘણા લોકો વેક્સીન મુકાવતા ખચકાઈ રહ્યા છે અને તેમને અલગ અલગ શહેરો અને રાજ્યોમાં પ્રોત્સાહિત કરવા માટે જાત જાતની ઓફરો કરવામાં આવી રહી છે. કોરોના મહામારીને રોકવા માટે વેક્સીનનુ મહત્વ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશનો સમજમાં આવી ગયુ છે અને હવે લોકોને વેક્સીન મુકવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

વર્જિનિયામાં રસી લેનારાને 100 ડોલરની એફડી અપાશે

ઓહાયો શહેરની વાત કરવામાં આવે તો અહીંયા 1. 10 કરોડ લોકો રહે છે અને અત્યાર સુધીમાં 90 લાખ લોકો વેક્સીન મુકાવી ચુકયા છે. અન્ય રાજ્યો પણ લોકોને આર્થિક રીતે પ્રોત્સાહિત કરી રહ્યા છે. વેસ્ટ વજનિયાના ગર્વનર જિમ જસ્ટિસે ગયા મહિને કહ્યુ હતુ કે, 35 વર્ષથી ઓછી વયના લોકો વેક્સીન લગાવે છે તો તેમને 100 ડોલરનુ સેવિંગ્સ બોન્ડ અપાશે.

આ સિવાય જ્યોજયાના તંત્રે કહ્યુ હતુ કે, લોકો વેક્સીનનો એક ડોઝ પણ મુકાવશે તો તે વોલમાર્ટના 200 ડોલરના ગિફટ વાઉચર માટે એપ્લાય કરી શકશે.

અમેરિકામાં રસી મૂકાવનારને બેઝબોલ મેચની ટિકિટથી લઈને બિયર અને નાસ્તાની કૂપનની ફાળવણી

જાણીને નવાઈ લાગે પણ વેક્સીન મુકાવવા બદલ અમેરિકામાં બેઝબોલ મેચની ટિકિટો, બીયર, ફ્રેન્ચ ફ્રાઈઝ અને ગાંજા સુધીના પ્રલોભનો આપવામાં આવે છે. હવે અમેરિકાનુ એક રાજ્ય તેમાં પણ બે ડગલા આગળ વધી ગયુ છે. અમેરિકાના ઓહાયો રાજયના ગર્વનર માઈક ડ્વીને તાજેતરમાં જ જાહેરાત કરી છે કે, 26 મેથી કોરોના વેક્સીન માટે લોટરી સ્કીમ શરૂ કરવામાં આવશે.

જેમણે ઓછામાં ઓછી એક વખત વેક્સીન લીધી છે તે તમામ લોકો આ લોટરી મેળવવા માટે હકદાર હશે. દર બુધવારે ડ્રો કરવામાં આવશે અને દરેક વખતે વિજેતા વ્યક્તિને 10 લાખનુ ઈનામ આપવામાં આવશે. આ પ્રકારના ડ્રો પાંચ સપ્તાહ સુધી ચાલશે. લોટરીની રકમ કોરોના રિલિફ ફંડમાંથી ચુકવવામાં આવશે. અમેરિકામાં મીડિયા રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધીમાં 15 કરોડ જેટલા લોકો વેક્સીન મુકાવી ચુક્યા છે. અમેરિકાની 53 ટકા વસ્તી ઓછામાં ઓછો વેક્સીનનો એક ડોઝ લઈ ચુકી છે.

 

Related Post

Verified by MonsterInsights