Sun. Dec 22nd, 2024

સાઉદી અરબે આપ્યો ભારતને ઝાટકો

સાઉદી અરબે પોતાને ત્યાં કામ કરનારા લાખો ભારતીયોને ઝાટકો વાગે તેવો નિર્ણય લીધો છે. કોરોના સંક્રમણના કારણે ગયા વર્ષે સાઉદી અરબે ભારતીયોના સાઉદી અરબ આવવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.

પાકિસ્તાનના પીએમ ઈમરાનખાને તાજેતરમાં સાઉદીની મુલાકાત લીધી હતી અને એ પછી આ પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. સાઉદી અરબ દ્વારા એલાન કરવામાં આવ્યુ છે કે, 17 મેથી દેશની સીમાઓને ખોલવામાં આવશે. જે લોકોને વેક્સીન લાગી ચુકી છે અને જેમણે છેલ્લા 6 મહિનાથી ઓછા સમયમાં કોરોનાને માત આપી છે તેવા લોકોને દેશમાં પ્રવેશ કરવા મંજૂરી અપાશે.કોરોનાના જોખમને કવર કરતી મેડિક્લેમ પોલિસી હોય તેવા 18 વર્ષથી વધુ વયના નાગરિકોને પણ સાઉદી અરબમાં આવવાની મંજૂરી અપાશે.

આ પ્રકારના પ્રતિબંધ બીજા દેશો પર પણ લગાવવામાં આવ્યા હતા.જેથી કોરોના સંક્રમણને દેશમાં ફેલાતુ અટકાવી શકાય. હવે જોકે સાઉદી અરબે આ પ્રતિબંધો ઉઠાવી લીધા છે પણ આ દેશોની યાદીમાં ભારતનુ નામ નથી. જ્યારે પાકિસ્તાનના લોકો પર મુસાફરી કરવાના પ્રતિબંધને ઉઠાવી લેવામાં આવ્યો છે.

જે દેશો પરનો પ્રતિબંધ હટાવાયો છે તેઓ પોતાની એરલાઈન્સનુ સંચાલન પૂરી ક્ષમતાથી કરી શખશે. જોકે કોરોના સામે હજી પણ ઝઝૂમી રહેલા દેશોના નાગરિકોને સાઉદીમાં આવવાની મંજુરી હજી નથી અપાઈ અને તેમાં ભારત, લિબિયા, સીરિયા, લેબેનોન, યમન, ઈરાન, તુર્કી, આર્મેનિયા, સોમાલિયા, કોંગો, અફઘાનિસ્તાન, વેનેઝુએલા અને બેલારુસનો સમાવેશ થાય છે. આ નિર્ણયથી ભારતમાં રહેનારાઓને મોટો ઝાટકો લાગ્યો છે.સાઉદી અરબમાં અત્યાર સુધીમાં કોરોનાના .430 લાખ કેસ સામે આવી ચુક્યા છે.

Related Post

Verified by MonsterInsights