Sun. Sep 8th, 2024

કોરોના કાળમાં ઘણા બાળકોએ પોતાના માતા-પિતા ગુમાવી દીધા, હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ બાળકો માટે મદદની જાહેરાત કરી

કોરોના વાયરસ મહામારીને કારણે અનાથ થયેલા બાળકો માટે મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું છે કે પીએમ મોદીએ જાહેરાત કરી છે કે કોરોના મહામારીમાં માતા-પિતા ગુમાવનાર બાળકોની ‘પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન’ યોજના હેઠળ મદદ કરવામાં આવશે. સાથે સરકાર તરફથી અનાથ બાળકોને ફ્રી શિક્ષણ આપવામાં આવશે.

પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું કે, કોરોનાને કારણે અનાથ થયેલા બાળકોને 18 વર્ષના થવા સુધી માસિક ભથ્થુ આપવામાં આવશે અને 23 વર્ષના થવા પર પીએમ કેયર્સ ફંડમાંથી 10 લાખ રૂપિયા આપવામાં આવશે. તેમના માટે ફ્રી શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે.


PMO દ્વારા કહેવામાં આવ્યું કે કોરોનાને કારણે માતા-પિતા ગુમાવનાર બાળકો 18 વર્ષના થશે ત્યાં સુધી પાંચ લાખનો ફ્રી સ્વાસ્થ્ય વિમો પણ મળશે. આ સાથે બાળકોને સારા શિક્ષણ માટે એજ્યુકેશન લોન અપાવવામાં મદદ કરાશે અને તેનું વ્યાજ પીએમ કેયર્સ ફંડમાંથી આપવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, બાળકો ભારતનું ભવિષ્ય છે અને અમને તેમની સુરક્ષા અને સહાયતા માટે મદદ કરીશું. તેમણે આગળ કહ્યું કે, સમાજના રૂપમાં આ અમારૂ કર્તવ્ય છે કે આપણે આ બાળકોનું ધ્યાન રાખીએ અને એક ઉજ્જવળ ભવિષ્યની આશા કરીએ. ઑ

Related Post

Verified by MonsterInsights