Sat. Dec 21st, 2024

24 જૂન ના રોજ ધો. 10નું પરિણામ જાહેર થવાની સંભાવના, આવતીકાલે શાળાઓ બોર્ડની વેબસાઇટ પર ગુણ અપલોડ કરશે

કોરોના કાળમાં દેશ અને વિશ્વની વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રવૃત્તિઓને બ્રેક લગાવ્યો છે. આ મુશ્કેલ સમયમાં, ત્યાં નાના બાળકો અને વિદ્યાર્થીઓના હિતને જોતા સરકારોએ સમય સમયે નિર્ણયો લઈને શાળાકીય પ્રવૃતિઓને બંધ રાખી હતી ત્યારબાદ પરીક્ષાઓ રદ કરવામાં આવી, અને માસ પ્રમોશનના નિર્ણયો લેવામાં આવ્યા છે. જો કે, વિદ્યાર્થીઓ અને વાલીઓને સતાવતો સૌથી મોટો પ્રશ્ન પરિણામ છે.

ધો. 10 નું પરિણામ 25 જૂને જાહેર થવાની સંભાવના છે. ધોરણ 10નું આ પરિણામ ધોરણ 9ની સામાયિક કસોટી અને ધોરણ 10ની એકમ કસોટીના આધાર તૈયાર કરવામાં આવશે.જેમા 80 માર્ક્સનું મૂલ્યાંકન ધોરણ 9 અને ધોરણ 10 તથા શાળાના મૂલ્યાંકનમાંથી 20 ગુણ એમ ગણતરી માંડવામાં આવશે. પ્રથમ અને બીજી કસોટી 40 ગુણમાં રૂપાંતરિત કરવામાં આવશે. જે વિદ્યાર્થી 80માંથી 26 કે સ્કૂલના 20માંથી 7 માર્ક્સ ન મળે તો પણ તેને પાસ કરી તેની માર્ક્સશીટમાં ક્વાલિફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ લખી આપવામાં આવશે.

વિદ્યાર્થીઓનું 2 ભાગમાં થશે મૂલ્યાંકન

ધો.9ના સામાયિક કસોટીમાંથી માર્ક્સ અપાશે

ધો.10ની ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષાના 30 ગુણ

ધો.9ની સામાયિક કસોટીમાંથી મહત્તમ 20 માર્ક્સ અપાશે

ધો.10ની એકમ કસોટીમાંથી મહત્તમ 10 માર્ક્સ મળશે

શાળાના આંતરિક મૂલ્યાંકનના 20 માર્ક્સ રહેશે

માર્ક્સ અપલોડની તારીખ જાહેર કરી

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10 ના વિદ્યાર્થીઓને ગુણ આપવાની પદ્ધતિ જાહેર કરવામાં આવી છે. જેના આધારે વિદ્યાર્થીઓ પાસ થશે. માર્ક અપલોડ કરવાની છેલ્લી તારીખ 17 જૂને શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે. શાળા કક્ષાના માર્કસ બોર્ડની વેબસાઈટો પર 8 જૂનથી 17 જૂન સાંજના 5 કલાક સુધી ભરવાના રહેશે.

 

Related Post

Verified by MonsterInsights