અમદાવાદ : ચોમાસાની શરૂઆત થતાં જ અમદાવાદનો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગે શહેરના 421 કોમર્શિયલ એકમોમાં મચ્છરજન્ય રોગચાળાને રોકવા માટે તપાસ હાથ ધર્યું છે.જેમાંથી 292 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી અને 3.27 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગે નેશનલ હેન્ડલૂમ ઇસ્કોન મોલ સહિત એકમોને નોટિસ ફટકારી દંડ ફટકાર્યો છે.