વડોદરામાં ઝાડા-ઉલ્ટી બાદ હવે વાયરલ ફ્લૂ વકર્યો છે. દર 10માંથી 8 દર્દીને વાયરલ ફ્લૂ થયેલો જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 દિવસથી સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે બીમારી વધી રહ્યો છે. ખાનગી દવાખાના દર્દીઓની ઉભરાઇ રહ્યા છે. તો સયાજી હોસ્પિટલની ઓપીડીમાં પણ ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
મોટાભાગના દર્દી વાઇરલ ઇન્ફેકશનનો ભોગ બન્યા છે..જ્યારે ડેન્ગ્યૂ અને ચીકનગુનિયાના દર્દી પણ ધીમી ગતિએ વધી રહ્યા છે. પાલિકાના ચોપડે છેલ્લા 15 દિવસમાં ડેન્ગ્યુના 83 અને ચિકન ગુનિયાના 35 કેસ નોંધાયા છે.. જ્યારે ઝાડા-ઉલટીના રોગચાળાને પગલે મહાનગરપાલિકાએ 3 દિવસમાં કરેલા સર્વેમાં 400થી વધુ તાવના દર્દી નોંધાયા છે.