ગુજરાતમાં કોરોનાકાળ પૂર્ણતાને આરે છે.જોકે પાછલા 24 કલાકમાં કોરોનાના કેસમાં આંશિક વધારો નોંધાયો છે.રાજ્યમાં 24 કલાકમાં નવા 25 કેસ નોંધાયા છે.જ્યારે દૈનિક મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે.રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 185 પર પહોંચી છે. જ્યારે વેન્ટિલેટર પર દર્દીઓની સંખ્યા 7 છે. છેલ્લા 24 કલાકમાં 18 દર્દીઓ સાજા થયા.
જ્યારે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 8.14 લાખ થઇ છે.તો સાજા થવાનો દર 98.76 પર પહોંચ્યો છે.રાજ્યના કુલ 24 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ સામે નથી આવ્યો. મહાનગરોની વાત કરીએ તો અમદાવાદ રાજકોટ અને વડોદરામાં કોરોનાના નવા 4-4 કેસ આવ્યા છે સાથે જ સુરતમાં કોરોનાના 2 નવા કેસ આવ્યા છે.
રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં પાછલા 24 કલાકમાં 6.18 લાખ લોકોનું રસીકરણ થયું છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 41 હજાર 229 લોકોનું રસીકરણ કરાયું.જ્યારે સુરતમાં 13 હજાર 461 લોકોને રસી અપાઇ.આ તરફ વડોદરામાં 8 હજાર 222 અને રાજકોટમાં 12 હજાર 708 લોકોનું રસીકરણ કરાયું.આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 3 કરોડ 98 લાખ 06 હજારથી વધુ લોકોને રસીનો ડોઝ આપી દેવાયો છે.