વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દિવસમાં દોઢ કરોડ વેક્સિનના ડોઝ અપાયા તે મુદ્દે કહ્યું હતું કે એક દિવસમાં દોઢ કરોડ કરતાં વધુ લોકોને વેક્સિન મળી એનાથી એક પાર્ટીને તાવ આવી ગયો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોવાના હેલ્થકેર વર્કર્સ અને વેક્સિનના લાભાર્થીઓને વીડિયો કોન્ફરન્સથી સંબોધી રહ્યા હતા. એ વખતે તેમણે કોંગ્રેસ સહિતના વિપક્ષો પર કટાક્ષ કર્યો હતો.
પીએમ મોદીના આ કટાક્ષ પછી કોંગ્રેસે જવાબ આપ્યો હતો. કોંગ્રેસે કહ્યું હતું કે જે રીતે મોદીના જન્મદિવસે વેક્સિનેશન થયું એ જોતાં અમે ઈચ્છીએે છીએ કે મોદીજી દરરોજ તેમનો જન્મ દિવસ ઉજવે. તો દેશમાં વેક્સિનેશનનું મિશન ઝડપી બની જશે. મોદીજીના જન્મ દિવસે જે રીતે વેક્સિન લગાવવાનું મિશન આરંભાયું હતું, એવું જ મિશન દેશભરમાં દરરોજ ચાલું રહે એ જરૂરી છે.
મોદીએ એક ડોક્ટર સાથે વાતચીત કરતી વખતે રમૂજમાં સવાલ કર્યો હતો, મેં સાંભળ્યું છે કે વેક્સિન લીધા પછી સામાન્ય રીતે ઘણાં લોકોને તાવ આવતો હોય છે, પરંતુ એક દિવસમાં અઢી કરોડ લોકોને વેક્સિન અપાઈ તેનાથી કોઈ પાર્ટીના નેતાઓને તાવ આવે એવું બની શકે? એની પાછળ કોઈ લોજિક હોઈ શકે?