Mon. Dec 23rd, 2024

Breaking News:બિહારમાં નાવ પલટી જવાથી 22 લોકો તણાયા, 6 લોકોના મૃતદેહ મળ્યા

બિહાર: મોતિહારી જિલ્લામાં નદીમાં નાવ ડુબવાના કારણે 22 લોકો તણાયા છે.અત્યાર સુધીમાં 6 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

આ દુર્ઘટના આજે સવારે બની હતી.એક બોટ નદીમાં ડુબી ત્યારે તેમાં 22 લોકો સવાર હતા.આ પૈકીના 6 મૃતદેહ હાથ લાગ્યા છે.નાવ પલટી જવાની સૂચના મળ્યા બાદ તંત્રના અધિકારીઓ તેમજ રેસ્ક્યુ ટીમો સ્થળ પર પહોંચી હતી.

સ્થાનિક ડુબકીમારોની પણ લોકોની શોધખોળ માટે મદદ લેવાઈ રહી છે.એવુ કહેવાય છે કે, બોટ ચલાવી રેલો વ્યક્તિ તરીને કિનારે પહોંચવામાં સફળ રહ્યો હતો.આ પહેલા પણ બિહારમાં મૂર્તિ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી અને તેમાં સાત બાળકીઓના મોત થયા  હતા .

Related Post

Verified by MonsterInsights