Sun. Dec 22nd, 2024

રાજસ્થાન:Bsc નર્સિંગની વિદ્યાર્થીનીએ ફાંસો ખાઇને આપઘાત કર્યું,સ્યૂસાઇડ નોટમાં લખ્યું- આ દુનિયા સ્વાર્થી છે, મમ્મી પપ્પા જેવો પ્રેમ…

રાજસ્થાનના ચુુરુમાં આવેલા ધર્મસ્તૂપ પાસે એક ભાડાના મકાનમાં રહેતી બીએસસી નર્સિંગની 22 વર્ષની વિદ્યાર્થીની પ્રિયંકા કટેવાએ શનિવારે શંકાસ્પદ સંજોગોમાં આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી તો પ્રિયંકાએ લખેલી સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેણીએ લખ્યું હતું કે હું દુનિયાથી પરેશાન થઇ ચુકી છુ, આ દુનિયા એકદમ સ્વાર્થી છે, તમે ગમે તેટલાં સારો હો લોકો તમને સમજી શકતા નથી, બાળપણમાં જે રીતે મારી ભૂલોને માફ કરતા હતા તે રીતે આને પણ મારી ભૂલ સમજીને માફ કરી દેજો, માતા-પિતા જેવો પ્રેમ દુનિયામાં કોઇ કરી શકે નહી, I love you મમ્મી-પપ્પા એન્ડ ફેમિલી, કુછ તો લોગ કહેંગે લોગોકા કામ હે કહેના.

પોલીસે કહ્યું હતું કે પ્રિયંકા કટેવા મૂળ ઝુંઝનૂંની રહેવાસી હતી અને ચરુમાં બીએસસી નર્સિંગની વિદ્યાર્થીની હતી. તે ઇંદ્રા માર્કેટમાં એક મકાન ભાડે રાખીને રહેતી હતી. રવિવારે સવારે પ્રિયકાં રૂમમાંથી બહાર ન આવી તો મકાન માલિક અને પડોશીઓએ પ્રિયંકાનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતું કોઇ જવાબ નહીં મળતા લોકોએ બારીમાંથી જોયું તો પ્રિંયકા ફાંસી ખાધેલી હાલતમાં નજરે પડી હતી એ જોઇને લોકોના હોંશ ઉડી ગયા હતા.

 

 

જાણવા મળેલી માહિતી મુજબ શનિવારે નર્સિંગના બીજા વર્ષનું પરિણામ જાહેર થયું હતું. પ્રિયંકાએ શનિવારે સાંજે પોતાના પરિવારજનો સાથે ફોન પર વાતચીત કરી હતી. તે ધારણાં મુજબના પરિણામ નહીં આવતા ખુશ નહોતી.

 

 

મકાન માલિકે પોલીસને કહ્યું હતું કે શનિવારે અમારા પરિવારમાં એક મહિલા બિમાર હતી તો પ્રિયંકાએ ડ્રીપ ચઢાવી હતી ત્યારે તે એકદમ નોર્મલ લાગતી હતી. અચાનક આવું પગલું કેવી રીતે ભરી દીધું એ અમારી સમજની બહાર છે.

પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધીને પ્રિયંકાના આત્મહત્યાના કારણોની તપાસ શરૂ કરી દીધી છે. પ્રિયંકાના પરિવારને જયારે જાણ થઇ ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.

Related Post

Verified by MonsterInsights