Mon. Dec 23rd, 2024

GOOD NEWS: કોરોના રસીકરણમાં ભારતે મેળવી નવી સિદ્ધી,100 કરોડ ડોઝ કર્યા પૂર્ણ

ભારતે આજે ઐતિહાસિક મુકામ હાંસલ કર્યો છે. દેશે 100 કરોડ કોરોના રસીકરણના જાદુઈ આંકડાને પાર કર્યો છે. આ અવસરે પીએમ મોદી દિલ્હીમાં એક ખાસ કાર્યક્રમમાં સામેલ થશે. અન્ય અનેક કાર્યક્રમોની પણ તૈયારી છે.

મહત્વનું છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયા આજે લાલ કિલ્લા ખાતેથી ગાયક કૈલાશ ખેર દ્વારા લખવામાં આવેલા એક ગીત અને એક ફિલ્મનો શુભારંભ કરશે. માંડવીયાએ દેશ વેક્સિન સેન્ચ્યુરી બનાવવાની નજીક છે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ સોનેરી પ્રસંગના સહભાગી બનવા માટે હું એ નાગરિકોને વિનંતી કરૂ છું જેમને વેક્સિન લગાવવાની છે. તેઓ તરત જ વેક્સિન લઈને દેશની આ ઐતિહાસિક સ્વર્ણિમ યાત્રામાં યોગદાન આપે.

સરકારની યોજના 100 કરોડમો વેક્સિન ડોઝ આપવામાં આવે ત્યાર બાદ હવાઈ જહાજ, જહાજો, મહાનગરો અને રેલવે સ્ટેશનો પર તેની સાર્વજનિક જાહેરાત કરાવવાનો છે. આ સાથે જ આજે લાલ કિલ્લા ખાતે દેશનો સૌથી વિશાળ ખાદીનો તિરંગો પ્રદર્શિત કરવામાં આવશે. તેનું વજન આશરે 1,400 કિગ્રા જેટલું છે. 225 ફૂટ લાંબો અને 150 ફૂટ પહોળો આ તિરંગો 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિના અવસર પર લેહ ખાતે દર્શાવવામાં આવ્યો હતો. આ તિરંગો ભારતમાં નિર્મિત અત્યાર સુધીનો સૌથી વિશાળ અને હાથ વણાટની સુતરાઉ ખાદીનો છે.

માંડવીયાએ જણાવ્યું કે, 100 કરોડ વેક્સિન ડોઝનો ટાર્ગેટ પૂર્ણ થયા બાદ અમે એ સુનિશ્ચિત કરવાના મોડમાં આવી જઈશું કે, જે લોકોએ પોતાનો પહેલો વેક્સિન ડોઝ લીધો છે તેઓ જલ્દી જ પોતાનો બીજો ડોઝ પણ લઈ લે. તેનાથી એ સુનિશ્ચિત થઈ શકશે કે તેઓ કોવિડ-19થી સુરક્ષિત છે. સરકારી પોર્ટલમાં રાતે 11:00 વાગ્યા આસપાસના સમયે દેશમાં બુધવાર સુધીમાં 99.7 કરોડ (997 મિલિયન) વેક્સિન ડોઝ લગાવાઈ ગયા હતા.

Related Post

Verified by MonsterInsights