Mon. Dec 23rd, 2024

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપી દિવાળી ભેટ

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે આજે મોદી સરકારે દિવાળી પહેલા ગિફ્ટ આપી છે. તેમને દિવાળીની ભેટ સ્વરૂપે મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આજે કેબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. DAમાં 3 ટકાનો વધુ વધારો એટલે કે હવે મોંઘવારી ભથ્થું (DA) 31 ટકા થશે.સરકારના આ નિર્ણયથી 1 કરોડથી વધારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને ફાયદો મળશે.

નોંધનીય છે કે 1 જૂલાઈ 2021થી મોંઘવારી ભથ્થામાં 28 ટકા વધાર્યું હતું. જે તે સમયે 17 ટકાથી 11 ટકા વધારે હતું. પણ 1 જાન્યુઆરી 2020થી લઈને 30 જૂન 2021 સુધીના સમયમાં આ ડીએ 17 ટકા જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારે ડીએનો રેટ્રોસ્પેક્ટિવ રીતે વધાર્યું. એટલે કે તેમાં બાકીના હપ્તાને છોડીને આગળના હપ્તામાં વધારો કરવાનું ચાલૂ કરી દીધું.
મોંઘવારી ભથ્થુ કર્મચારીઓના વેતનના આધાર પર નક્કી કરવામાં આવશે. જેમાં શહેરી, અર્ધ શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં નોકરી કરતા સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા અલગ અલગ હોય છે. ડિયરનેસ અલાઉંસની ગણતરી મૂળ સેલરી પર થાય છે. મોંઘવારી ભથ્થાની ગણકરી માટે એક ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. જે ગ્રાહક મૂલ્ય સૂચકાંક નક્કી કરે છે.

હકીકતમાં લેબર મિનિસ્ટ્રીએ AICPI (All India Consumer Price Index)એ છેલ્લાં 3 મહિનાના આંકડા જાહેર કર્યા હતા. તેમાં જૂન, જુલાઈ અને ઓગસ્ટના આંકડા સામેલ હતા. AICPI ઈનેડેક્સ ઓગસ્ટમાં 123 અંક પર પહોંચી ગયો છે. તેનાથી જ સંકેત મળ્યો છે કે મોંઘવારી ભથ્થામાં સરકાર આગામી સમયમાં વધારો કરી શકે છે. તેના આધારે જ કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું નક્કી કરવામાં આવે છે.

Related Post

Verified by MonsterInsights