મુંબઈ: લોઅર પરેલની 60 માળની એક બહુમાળી ઈમારતમાં લાગેલી આગના પગલે દોડધામ મચી ગઈ છે. આ ઘટનામાં એક વ્યક્તિનુ મોત થયુ છે.
મળતી વિગતો પ્રમાણે આગથી બચવા માટે એક વ્યક્તિ 19માં માળની બાલ્કની પર લટકી ગયો હતો અને ત્યાંથી તે નીચે પડ્યો હતો. આ ઘટનાનો વિડિયો પણ વાયરલ થયો છે. મરનાર વ્યક્તિનુ નામ અરૂણ તિવારી હોવાનુ જાણવા મળ્યુ છે. ફાયર બ્રિગેડની ટીમ આગના સ્થળે પહોંચી ચુકી છે.
મળતી વિગતો પ્રમાણે લોઅર પરેલના કરી રોડ પર અવિઘ્ના પાર્ક નામના એપાર્ટમેન્ટમાં આગ લાગી છે. આ એપાર્ટમેન્ટ 60 માળનુ છે. દરમિયાન મુંબઈના મેયર પણ સ્થળ પર પહોંચ્યા છે.
આગ 19માં ફ્લોરથી લઈને 25માં ફ્લોર સુધી ફેલાઈ હોવાનુ કહેવાઈ રહ્યુ છે. ફાયર બ્રિગેડનુ કહેવુ છે કે, અત્યાર સુધી આગમાં કોઈનુ મોત થયુ હોવાનુ જાણવા મળ્યુ નથી. જોકે તમામ ફ્લોર પર કોઈ ફસાયેલુ છે કે નહી તે ચેક કરવાની કામગીરી ચાલી રહી છે.