Sun. Sep 8th, 2024

ઋષિકેશમાં રાજકોટના એક જ પરિવારના ત્રણ લોકોના ડૂબી જવાથી મોત

દિવાળીના તહેવારોમાં રાજકોટના લોહાણા પરિવારમાં માતમ છવાયો છે. ઋષિકેશ ગયેલા લોહાણા પરિવારના 3 સભ્યો નદીમાં ડૂબી જતાં પરિવાર પર આભ ફાટી તૂટી પડ્યુ છે. રાજકોટના જામનગર રોડ પર સરકારી પ્રેસ કોલોનીમાં રહેતા દિલીપભાઈ કારીયા પુત્રી, જમાઈ, તેમજ દોહિત્રી અને જમાઈ સાથે ઋષિકેશ ગયા હતા. આ સમયે સોમવારની મોડી સાંજે નીલકંઠ મહાદેવ પાસે આવેલા ભીમ ચડ્ડામાં તેમની દોહિત્રી નાહવા ગઈ હતી. ત્યારે નાના નાના પથ્થરો પર પગ આવતા તે અચાનક પાણીમાં પડી ગઇ હતી. એ સમયે નદીમાં ઓચિંતું પાણીનો પ્રવાહ વધતાં તે તણાઈ ગઈ હતી. જેને બચાવવા પરિવારના અન્ય સભ્યો પણ પાણીમાં કૂદ્યા હતા. પરંતુ કમનસીબે એક જ પરિવારના ત્રણ સભ્યો ડૂબી જતા પરિવારમાં માતમ છવાયો છે.

ત્રણ વ્યક્તિ પૈકી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે કે અન્ય બે વ્યક્તિઓના મૃતદેહની શોધખોળ ચાલી રહી છે. ત્યારે આ પરિવારનો મોત પહેલાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે.

રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં રહેતો રઘુવંશી પરિવાર ઋષિકેશ ફરવા ગયો હતો. સોમવારે સાંજે ઋષિકેશના ભીમચડ્ડામાં પરિવારની 18 વર્ષીય દોહિત્રી સોનલ નદીના પ્રવાહમાં તણાતા તેને બચાવવા તેના નાની તરૂલતાબેન નદીમાં કુદ્યા હતા. આ દૃશ્ય જોઅ બંનેને બચાવવા તરૂલત્તાબેનના જમાઇ અને સોનલના પિતા અનિલભાઇ પણ નદીમાં પણ કૂદ્યા હતા. એક સાથે એક જ પરિવારના ત્રણ ત્રણ સભ્યો નદીમાં તણાઇ ગયા હતા.

નદીમાં તણાયા પહેલા સોનલે પિતા અનિલભાઈ સાથે ‘ખમ્મા ઘણી મારી લાડકવાયીને…’ ગીત બનાવ્યું હતું. જેમાં સોનલ અને તેના પિતા ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અને એકબીજાને ભેટી પડે છે. પરંતુ તેઓને ક્યાં ખબર હતી કે, પિતા-પુત્રીની આ ખુશીનો વીડિયો અંતિમ બની જશે. દિવાળીના સમયે જ રાજકોટના કારિયા પરિવારમાં માતમ છવાયો છે.

સોનલ નદીમાં તણાઇ તે પહેલા નદી કાંઠે જ ઉભી રહી બીજો એક વીડિયો બનાવ્યો હતો તે પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં સોનલ ‘ક્યાં વઝાહ બતાઉ તુમ્હે ચાહને કી…બસ તુમ અચ્છે લગે ઔર ઇશ્ક હો ગયા’ ડાયલોગ સાથે એક્શન કરતી જોવા મળે છે. આ બંને વીડિયો પરિવાર માટે ખુશીની ક્ષણનો અંતિમ વીડિયો બની જશે તેવું સપનામાં પણ વિચાર્યું નહીં હોય. વીડિયો બનાવ્યા બાદ થોડી ક્ષણોમાં જ પરિવારની તમામ ખુશીની ક્ષણો નદી તાણી જાય છે અને આ ક્ષણો અંતિમ બની જાય છે.

Related Post

Verified by MonsterInsights