Sun. Sep 8th, 2024

જમ્મુ-કાશ્મીરમાં LoC નજીક થયું લેન્ડમાઈન વિસ્ફોટ, એક જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં એલઓસી બંદીચેચિયન નજીક બુધવારે લેન્ડમાઈનમાં વિસ્ફોટ થયો. આ ધમાકામાં સેનાના એક જવાન ઈજાગ્રસ્ત થઈ ગયા છે. અગાઉ એલઓસી પર નૌશેરા સેક્ટરના કલાલ વિસ્તારમાં 30 ઓક્ટોબરની સાંજે લેન્ડમાઈન ફાટવાથી સેનાના એક લેફ્ટિનેંટ સહિત બે જવાન શહીદ થઈ ગયા. સેનાની પેટ્રોલિંગ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આ વિસ્ફોટ થયો. વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત બંને જવાનોને ગંભીર અવસ્થામાં સૈન્ય હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. પરંતુ તેમણે જીવ ગુમાવ્યો.

શહીદ થનાર લેફ્ટિનેંટ ઋષિ કુમાર અને સિપાહી મંજીત સિંહ સામેલ છે. જાણકારી અનુસાર સેનાની પેટ્રોલિંગ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન તે તપાસ કરી રહ્યા હતા કે સરહદ પારથી ઘૂસણખોરી તો થઈ નથી. આ દરમિયાન અચાનક વિસ્ફોટ થઈ ગયો, જેમાં એક લેફ્ટિનેંટ સ્તરના અધિકારી સહિત બે ગંભીરરીતે ઈજાગ્રસ્ત થઈ ગયા. વિસ્ફોટનો અવાજ દૂર સુધી સંભળાયો.

સૈન્ય સૂત્રોએ જણાવ્યુ કે જ્યાં વિસ્ફોટ થયો, ત્યાં સમગ્ર વિસ્તાર લેન્ડમાઈન માટે પહેલેથી ચિહ્નિત છે. અહીં ઘૂસણખોરીની આશંકા રહે છે, જેને રોકવા માટે સેનાએ લેન્ડમાઈન વિસાયેલી છે. સૈન્ય પ્રવક્તાએ જણાવ્યુ કે પેટ્રોલિંગ દરમિયાન લેન્ડમાઈનમાં વિસ્ફોટમાં બે જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા, જેમને નજીકના સૈન્ય હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાના કારણે તેમણે જીવ ગુમાવ્યો. પહેલા એ આશંકા વર્તાવાઈ રહી હતી કે આતંકીઓએ પેટ્રોલિંગ ટીમને નિશાન બનાવવા માટે આઈઈડી પ્લાન્ટ કરી હશે.

Related Post

Verified by MonsterInsights