કેબિનેટે આજે એક મહત્વનો નિર્ણય લઈને માર્ચ 2022 સુધી ગરીબોને ફ્રી રાશન પ્રદાન કરવા માટે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો વિસ્તાર કરવાનું નક્કી કર્યું છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આજે કેબિનેટના નિર્ણયો પર આ જાણકારી આપી હતી.
પાંચમા ચરણ અંતર્ગત ખાદ્યાન્ન પર 53,344.52 કરોડ રૂપિયાની અનુમાનિત ખાદ્ય સબસિડી હશે. તે સિવાય કેબિનેટે કૃષિ કાયદા પરત ખેંચવાના પ્રસ્તાવને પણ મંજૂર કરી લીધો છે જેને સંસદના શીતકાલીન સત્રમાં રજૂ કરવામાં આવશે.
અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, આજે વડાપ્રધાનના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળે 3 કૃષિ કાયદા રદ કરવાની ઔપચારિકતા પૂરી કરી. સંસદના આગામી સત્ર દરમિયાન આ ત્રણેય કાયદા પાછા ખેંચવા તે અમારી પ્રાથમિકતા હશે.