Mon. Dec 23rd, 2024

હિમાચલપ્રદેશમાં હિમવર્ષાના કારણે રસ્તો બંધ થતા જેસીબી લઈને વરરાજા દુલ્હન સાથે ફેરા ફરવા પહોંચ્યા

હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા વચ્ચે પણ એક એવા લગ્ન યોજાયા હતા. જેની ચર્ચા ચાચે તરફ થઈ રહી છે. રાજ્યના ગિરિપાર નામના વિસ્તારના એક ગામમાં રવિવારે સવારે જાન અન્ય ગામ માટે રવાના થઈ હતી. જોકે ભારે બરફ પડી રહ્યો હોવાથી જાન અધવચ્ચે અટવાઈ હતી કારણકે આગળ રસ્તો બંધ હતો.

એ પછી વરરાજાના પિતાએ આગળ જવા માટે જેસીબી મશિનની વ્યવસ્થા કરી હતી.જેમાં સવાર થઈને વરરાજા વિજય પ્રકાશ પોતાના નજીકના પરિવારજનો સાથે 30 કિમી દુર ગામમાં પહોંચ્યો હતો અને લગ્ન પતાવીને દુલ્હનને જેસીબી પર બેસાડીને પાછો ફર્યો હતો.

રસ્તો બંધ હોવાથી વરરાજાને વધારે 100 કિમી ફરીને લગ્નના સ્થળે પહોંચવુ પડ્યુ હતુ.બાકી આ અંતર ખાલી 40 કિલોમીટરનુ હતુ.

જોકે લગનનુ મુર્હત સાચવી શકાયુ નહોતુ.કારણકે રસ્તામાં ઘણી જગ્યાએ જાન અટવાઈ હતી.જે મુસાફરી બે કલાકમાં પુરી થવાની હતી તેને 12 કલાક લાગી ગયા હતા.

Related Post

Verified by MonsterInsights