પાકિસ્તાનમાં પાંચ ફેબ્રુઆરીના મનાવનારા કાશ્મીર એકજૂટતા દિવસમાં કેટલીક વૈશ્વિક કંપનીઓના કૂદવાથી વિવાદ ઊભો થયો હતો. દક્ષિણ કોરિયાની કાર કંપની Hyundai પછી ફૂડ ચેઈન KFCની પાકિસ્તાની ફ્રેન્ચાઈઝીએ પણ કાશ્મીરની અલગ ઓળખને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. તેને લઈને ભારતના લોકોએ સખત નારાજગી જતાવી છે. સોશિયલ મીડિયા પર તેને લઈને KFCના બોયકોટ સુધીના અવાજો ઉઠવા લાગ્યા છે. તેના પછી ભારત સ્થિત KFCના સોશિયલ મીડિયા હેન્ડલથી માફી માગી હતી.
ત્યારે Pizza Hut તરફથી પણ પાકિસ્તાનના એજન્ડાને આગળ વધતી સામગ્રી પોસ્ટ કરવાની વાત સામે આવી હતી. હાલમાં આ બધા મામલા પર હજુ સુધી ભારત સરકારની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
KFCની પાકિસ્તાન ફ્રેન્ચાઈઝીએ પોતાના સોશિલ મીડિયાના વેરિફાઈડ હેન્ડલથી કાશ્મીરના અલગાવવાદીઓનું સમર્થન કર્યુંહતું. કંપનીએ પોસ્ટમાં લખ્યું છે- કાશ્મીર કાશમીરીઓનું છે. ભારતમાં આ પોસ્ટને લઈને લોકોમાં ગુસ્સો ભડકેલો જોયા પછી KFCએ ભારતના પોતાના હેન્ડલથી એક સંદેશો જાહેર કર્યો હતો. તેમાં લખ્યું છે કે, અમે ભારતની બહાર KFCના સોશિયલ મીડિયા ચેનલ્સ દ્વારા થયેલી પોસ્ટ માટે માફી માગીએ છે. અમે ભારતનું સન્માન કરીએ છે અને બધા ભારતીયોની ગર્વથી સેવા કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
આ પહેલા કાર કંપની Hyundai મોટરની પાકિસ્તાની ફ્રેન્ચાઈઝીએ પણ કાશ્મીર પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું. તેને લઈને પણ ટ્વિટર પર Hyundai વિરુદ્ધ લોકોની નારાજગી જોવા મળી હતી. પછીથી Hyundai India લિમિટેડે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે તે દેશની રાષ્ટ્રીયતાનું સન્માન કરવાના વિચારની સાથે ઊભી છે. પોતાના પાકિસ્તાન યુનિટનું નામ લીધા વગર લખ્યું છે, Hyundai India Motor Indiaને ન જોઈતી સોશિયલ મીડિયા સાથે ન જોડો.
અમે આવા દ્રષ્ટિકોણની આલોચના કરીએ છીએ. Hyundaiની આ પોસ્ટ અંગે ભારતીય યુઝર્સમાં ઘણો ગુસ્સો જોવા મળ્યો હતો અને કંપની દ્વારા માફી માંગવામાં આવે તેવું કહ્યું હતું. એક યુઝરે લખ્યું હતું કે, 2021માં Hyundaiની કારોના વેચાણમાં ભારતમાં 5 લાખથી વધુ કારો વેચાઈ છે, જ્યારે પાકિસ્તાનમાં માત્ર 8000 કારો. તેમ છત્તાં કંપનીએ પાકિસ્તાની હેન્ડલ દ્વારા ભારતને ચોટ પહોંચાડી છે. તે ક્યા તો મૂર્ખ છે અથવા તો તેમનામાં બિઝનેસ સેન્સની કમી છે.