Fri. Nov 22nd, 2024

સમાજવાદી પાર્ટીનો ગઢ મનાતી લોકસભાની બે બેઠકો પર ભાજપની જીત

લોકસભાની પેટા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઇ રહ્યા છે. જેમાં યુપીમાં ભાજપે મોટી ઉલટફેર નોંધાવી છે. સમાજવાદી પાર્ટીનો ગઢ મનાતી લોકસભાની આ બંને બેઠકો પર ભાજપે જીત હાંસલ કરી છે. તેમાં પણ રામપુર બેઠક માટેનું પરિણામ જાહેર થઈ ગયુ છે અને આ બેઠક પર ભાજપના ઉમેદવાર ઘનશ્યામ સિંહ લોધીએ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આસીમ રજાને 42,000 મતોથી પાછળ મૂકી દીધા છે.

આપને જણાવી દઈએ કે, આ બેઠક સપા નેતા આઝમ ખાનનો ગઢ માનવામાં આવે છે. તેવામાં 2019માં રામપુર લોકસભા બેઠક પર આઝમ ખાન જ ચૂંટણી લડ્યા હતા અને 2022માં તેઓ વિધાનસભા ચૂંટણી લડીને આ મત વિસ્તારમાંથી જીત્યા હતા.

ધારાસભ્ય બન્યા બાદ તેમણે સાંસદ તરીકે રાજીનામુ આપ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી. જેના પર તેમણે પોતાના સમર્થક આસીમ રજાને ઉતાર્યા હતા. આઝામ ખાન પોતે જ પ્રચાર કરી રહ્યા હતા છતા પણ આ બેઠક સપાએ ગુમાવી છે.

આપને જણાવી દઈએ કે, આઝમગઢ બેઠક પર ભાજપના ઉમેદવર દિનેશલાલ યાદવ નિરહુઆએ 14000 મતની સરસાઈ મેળવી લીધી છે. આ બેઠક પર મતગણતરીની શરુઆતમાં સપાના ઉમેદવાર આગળ હતા પણ જેમ જેમ મતગણતરી આગળ વધી રહી હતી તેમ તેમ નિરહુઆએ ધર્મેન્દ્ર યાદવને પાછળ છોડવા માંડ્યા હતા.

Related Post

Verified by MonsterInsights