અમેરિકામાં ફુગાવાનો આંકડો ઘણો ઉંચો આવ્યો છે, જેના કારણે ગ્લોબલ માર્કેટમાં સોનાના ભાવમાં નોંધનીય ઘટાડો જોવા મળી રહ્યો છે. જેની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, MCX પર Gold Futuresનો ભાવ 0.4 ટકા ઘટીને રૂ. 50,206 ચાલતો હતો, જ્યારે ચાંદીના ફ્યુચર્સનો ભાવ 0.24 ટકા ઘટીને 56,331 પ્રતિ કિલો હતો. ત્યારબાદ સરકાર દ્વારા ગોલ્ડ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવામાં આવી ત્યારે ભારતમાં સોનાનો ભાવ 52,300 સુધી ગયો હતો. પરંતુ ત્યાર પછી ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવમાં ભારે નરમાઈ જોવા મળી હતી.
જેના પરિણામે સોનું ખરીદવું ફાયદાકારક લાગતું નથી, કારણ કે મોંઘા ડોલરના કારણે હોલ્ડિંગ કોસ્ટ વધી જાય છે તેમજ તેને જાળવી રાખવાનો ખર્ચ ઉંચો અને તેના પર કોઈ વ્યાજ પણ મળતું નથી. આ ઉપરાંત જુલાઈ મહિનામાં US Fed દ્વારા વ્યાજદરમાં લગભગ એક ટકાનો વધારો થવાની પણ શક્યતા છે.